Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી રાજ્યસભાના 264મા સત્રના પ્રારંભ પર રાજ્યસભાના અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરની શરૂઆતની ટિપ્પણી

રાજ્યસભાના 264મા સત્રના પ્રારંભ પર રાજ્યસભાના અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરની શરૂઆતની ટિપ્પણી

29
0

(જી.એન.એસ) તા. 27

નવી દિલ્હી,

અધ્યક્ષ: માનનીય સભ્યો, હું રાજ્યસભાના 264માં સત્રના પ્રારંભ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીઓ અને ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પછી આ પ્રથમ સત્ર છે. આપણાં મતાધિકારનો ઉપયોગ કરતા, વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની જનતાએ આપણી લોકતાંત્રિક રાજનીતિ અને આપણા પ્રજાસત્તાકને આધાર આપતા મૂલ્યોમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ‘લોકશાહીના ઉત્સવ’ની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ આપણા બધા માટે ખૂબ જ ગર્વ અને પ્રશંસાની વાત છે.

હાલના દ્વિવાર્ષિક ચૂંટણીઓ બાદ આ ગૃહનું આંશિક રીતે પુનઃરચના પણ થઈ ગઈ છે. ગૃહના તમામ 61 નવા ચૂંટાયેલા/નોમિનેટ સભ્યોને અભિનંદન. સભ્ય ચોક્કસપણે તેમની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરશે અને લોકોની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવામાં યોગદાન આપશે.

આવો આપણે સૌ સાથે મળીને લોકશાહીને ખીલવવા માટે કામ કરીએ. આવો આપણે સંવાદ, ચર્ચા, વિચાર-વિમર્શ અને ચર્ચાની તંદુરસ્ત પ્રણાલીમાં યોગદાન આપીએ જે લોકશાહીનો સાર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશું બિહાર વિધાસભાની ચૂંટણી પહેલા ભાજપ ઉપેન્દ્ર કુશવાહાને રાજ્યસભામાં મોકલશે ?
Next articleનેપાળમાં ચોમાસાના કારણે 24 કલાકમાં 14 લોકોના મોત