(જી.એન.એસ) તા. 25
ગાંધીનગર,
ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે યોજાયેલ વેધરવોચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનરશ્રીએે જણાવ્યું હતું.
IMD/ISROના અધિકારીશ્રી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી તથા આગામી સપ્તાહમાં રાજયમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
એન.ડી.આર.એફ.ના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ ૭ ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા ૮ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
એસ.ડી.આર.એફ.ના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ એસ.ડી.આર.એફ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
સિંચાઇ વિભાગના અધિકારીશ્રીએ રિઝિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૦૨ જળાશયો વાંસલ (સુરેન્દ્રનગર) અને ધોળીધજા ડેમ (સુરેન્દ્રનગર) હાઇએલર્ટ પર અને ૦૧ જળાશય મચ્છુ-૩ (મોરબી) વોર્નિંગ પર હોવાનું તેમણે જણાવ્યું હતુ. ઉપરાંત SSNNL વિભાગના અધિકારીશ્રી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
વધુમાં, આ બેઠકમાં વરસાદ અને પાકના વાવેતરની સ્થિતિ અંગે પણ ખાસ ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યો હતો
આ બેઠકમાં CWC- Mahi & Tapi Division, ફોરેસ્ટ, આરોગ્ય, ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, યુ.ડી.ડી, પંચાયત, પશુપાલન, શિક્ષણ, ICDS વિભાગના તથા ઈન્ડિયન આર્મીના નોડલ અઘિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.