Home ગુજરાત ગાંધીનગર રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો

રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો

21
0

(જી.એન.એસ) તા. 23

ગાંધીનગર,

૨૪ અને ૨૫ જૂન દરમિયાન હાઉસ ટુ હાઉસ ફરીને આરોગ્ય કર્મીઓ ટીપાં પીવડાવશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘બાળ લકવા નાબૂદી અભિયાન-૨૦૨૪’ અન્વયે નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે ૨૩ જૂન ૨૦૨૪ અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષની વય જૂથના ૮૩ લાખ ૭૨ હજારથી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. આ હેતુસર ૧ લાખ ૩૩ હજાર ૯૫૬ આરોગ્ય કર્મીઓ સેવારત રહીને રાજ્યના ૩૩,૪૮૯ પોલિયો બુથ પરથી બાળકોને ટીપાં પીવડાવવાની કામગીરીમાં જોડાશે. સમગ્ર રાજ્યમાં ૨૩ જૂન ૨૦૨૪ ના રવિવારને પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તારીખ ૨૪ અને ૨૫ જૂનના દિવસોએ આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ ફરીને ૦ થી ૫ વર્ષના ભૂલકાઓને પોલિયો ટીપાં પીવડાવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રી નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપાં પીવડાવી આ અભિયાનનો પ્રતિકાત્મક પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાંબહેન પટેલ, આરોગ્ય અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી અને ભૂલકાઓના માતા-પિતા તેમજ આરોગ્ય અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆજ નું પંચાંગ (24/06/2024)
Next articleફેમસ યુટ્યુબર 2 પત્નીઓ સાથે Bigg Boss Ott 3માં એન્ટ્રી કરી