Home ગુજરાત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ સેન્ટ્રલ વિસ્ટા ખાતે યોજાશે: ૧૩ આઇકોનિક સ્થળ સાથે...

મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ સેન્ટ્રલ વિસ્ટા ખાતે યોજાશે: ૧૩ આઇકોનિક સ્થળ સાથે ૧૪૩૨ સ્થળોએ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાશે

17
0

(જી.એન.એસ) તા. 20

ગાંધીનગર,

તા. ૨૧મી જૂન, વિશ્વ યોગ દિવસની ઉજવણી આજે સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ઉત્સાહભેર થનાર છે. દશમા વિશ્વ યોગ દિવસની ઉજવણીનું સુચારું આયોજન જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં કરવામાં આવ્યું છે. જિલ્લામાં ૧૩ આઇકોનિક સ્થળ સાથે ૧૪૩૨ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થશે, જેમાં અંદાજે ૨ લાખ ૬૦ હજાર કરતાં વઘુ નાગરિકો સહભાગી બનશે.

કલોલ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમમાં રાજયસભાના સાસંદ શ્રી નરહરિ અમીન અને શ્રી મંયક નાયક, જિલ્લા પંચાયત, ગાંધીનગર પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, કલોલ ઘારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર,  જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ખાતે યોજાનાર કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે.એન.વાધેલા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

         સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે વહીવટી તંત્ર દ્વારા તાડમાર તૈયારી કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી સ્વામિનારાયણ ગુરૂકુલ, સઇજ, કલોલ ખાતે થનાર છે. આ ઉજવણીના સુચારું આયોજન અર્થે નાયબ કલેકટર શ્રી અર્જુનસિંહ વણઝારાની ઉપસ્થિતિમાં આજે બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમના સુચારું આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 

         ગાંધીનગર શહેરી કક્ષાનો કાર્યક્રમ સેન્ટ્રલ વિસ્ટા ખાતે યોજાનાર છે. તેની સાથે જિલ્લાના નક્કી કરેલા ૧૩ આઇકોનિક સ્થળ ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે. તેની સાથે જિલ્લાની તમામ શાળાઓ સહિત પી.એચ.સી., સી.એચ.સી. અને આયુષ દવાખાના ખાતે યોગ દિવસની ઉજવણી થનાર છે. ગાંધીનગર જિલ્લા કક્ષાના કલોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ૨૫૦૦, ત્રિમંદિર ખાતે ૨૦૦, અડાલજની વાવ ખાતે ૨૦૦, ડભોડિયા હનુમાન મંદિર, ડભોડા ખાતે ૧૦૦, મહાત્મા મંદિર, સેકટર- ૧૫ ખાતે ૨૫૦, રૂપાલ વરદાયનિ માતાજી મંદિર ખાતે ૧૫૦, કંથારપુર વડ ખાતે ૧૫૦, સાંપાની વાવ ખાતે ૧૦૦, મહુડી જૈન મંદિર ખાતે ૩૦૦, અંબાપુર વાવ ખાતે ૧૦૦, ઇફ્કો કલોલ ખાતે ૧૦૦, ગલુદણની વાડી ખાતે ૭૦૦ અને માણસા કોલેજ ખાતે ૫૦૦ જેટલા યોગા અભ્યાસી ઉપસ્થિત રહેશે. તમામ આઇકોનિક સ્થળે સુચારું આયોજન માટે નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા 44 જેટલી સરકારી કચેરીઓ તથા અન્ય મળી કુલ 264 બિલ્ડીંગના ધારકોને ફાયર સેફ્ટીના અભાવે નોટીસ આપવામાં આવી
Next articleકેનેડીયન સરકારનો મોટો નિર્ણય; ઈરાનના આઈઆરજીસીને આતંકવાદી સંગઠન જાહેર કર્યું