Home ગુજરાત ગાંધીનગર કલેકટરશ્રીએ ગામમાં કલોરિનેશનવાળું પાણી, પાઇપલાઇનમાં લીકેજ શોધી મરામત કરવા અને ગામમાં સ્વચ્છતા...

કલેકટરશ્રીએ ગામમાં કલોરિનેશનવાળું પાણી, પાઇપલાઇનમાં લીકેજ શોધી મરામત કરવા અને ગામમાં સ્વચ્છતા ઝુંબેશ સાથે આરોગ્ય કર્મીઓને સર્વે કરવાની સૂચના આપી

27
0

દહેગામ તાલુકાને સ્વચ્છ, સુરક્ષિત તાલુકો કરવાના સંકલ્પ માટે આહ્વાન કરતાં જિલ્લા કલેકટરશ્રી

(જી.એન.એસ) તા. 19

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં કોલેરા રોગને લક્ષમાં રાખી જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દહેગામ તાલુકાના સર્વે સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, આરોગ્ય કર્મીઓ સહિત સ્થાનિક સરકારી અધિકારીઓ અને કર્મયોગીઓ સાથે વાત કરી હતી. તેમણે દહેગામ તાલુકાને સ્વચ્છ, સુરક્ષિત તાલુકો કરવા માટે આહ્વાન કર્યું હતું. આ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદી પણ જોડાયા હતા.

         દહેગામના કેટલાક વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. કોલેરા અને ઝાડા ઉલટી સામે સાવચેતીના ભાગરૂપે આજે ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે દ્વારા દહેગામ તાલુકાના તમામ  ગામના સરપંચશ્રીઓ, આરોગ્ય કર્મીઓ, તલાટીઓ અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી.

         કલેકટર શ્રી મેહુલ દવેએ કોન્ફરન્સ માધ્યમથી સર્વે ગામના સરપંચશ્રીઓને જણાવ્યું હતું કે, ગામમાં ઘરે ઘરે પાણીનું વિતરણ થાય છે, તેનું નિયમિત રીતે કલોરિનેશન થાય તેની ખાસ તકેદારી રાખવી. તેમજ ગામના કોઇ ફળિયા, મોહલામાં કે અન્ય જગ્યાએ પાણીની પાઇપલાઇનમાં લીકેજની સમસ્યા હોય તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવવું. તેમજ ગામના કોઇપણ વ્યક્તિને ઝાડા- ઉલટીની અસર હોય તો નજીકના પી.એચ.સી કે સી.એચ.સી. ખાતે સારવાર કરવા માટેની જાગૃત્તિ આપવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. આરોગ્ય કર્મીઓને તેમના હસ્તકના ગામોમાં આ અંગેનો ખાસ સર્વે કરવા પણ સૂચના આપી હતી. તેની સાથે તમામ ગામના સરપંચ અને તલાટીશ્રીઓને ગામમાં સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ ચલાવવા પણ જણાવ્યું હતું. કલેકટરશ્રીએ દહેગામ તાલુકાને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા સંકલ્પ બદ્ધ થવા સૌને આહ્વાન કર્યું હતું.

         આ વિડિયો કોન્ફરન્સ બેઠકમાં દહેગામ તાલુકાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી સહિત સ્થાનિક વહીવટી તંત્રના કર્મયોગીઓ અને આરોગ્ય કર્મીઓ સાથે ગામના સરપંચશ્રીઓ સહભાગી બન્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં વધુને વધુ નાગરિકો યોગ સાધનામાં જોડાઇ જીવન આરોગ્યપ્રદ બને તેવી અપીલ કરતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
Next articleલાંબી રાહ અને અનિશ્ચિતતા બાદ ચોમાસાએ ફરી વેગ પકડ્યો