Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લાની તમામ શાળાઓ સહિત ૧૦૦ જેટલા સ્થળોએ યોગ શિબિરોનું આયોજન

ગાંધીનગર જિલ્લાની તમામ શાળાઓ સહિત ૧૦૦ જેટલા સ્થળોએ યોગ શિબિરોનું આયોજન

25
0

ગાંધીનગર જિલ્લામાં દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણીની જોરશોરથી તૈયારીઓ શરૂ

(જી.એન.એસ) તા. 18

ગાંધીનગર,

દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણી ’ સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ ઉપર સમગ્ર વિશ્વમાં કરવામાં આવનાર છે. ગાંધીનગર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી ઉત્સાહ પૂર્વક માહોલમાં થાય તે માટે જોરશોર થી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેના ભાગ રૂપે જિલ્લાની ૧૩૫૦ શાળાઓમાં તા ૧૪ થી ૨૦મી જૂન, ૨૦૨૪ સુધી યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે જિલ્લામાં વિવિધ ૧૦૦ થી વધુ સ્થળો પર તા. ૧૪ થી ૨૦મી જૂન, ૨૦૨૪ સુધી યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબીર જિલ્લાના જુદા જુદા બગીચા, આયુષ્માન આરોગ્ય મંદિર, જિલ્લામાં આવેલા આયુર્વેદ અને હોમીયોપેથી દવાખાના, આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) ખાતે યોગ શિબિરો કરવામાં આવી રહી છે. આ તમામ સ્થળોએ મળીને અંદાજે ૨ લાખથી વધુ લોકો નિયમિત યોગ અભ્યાસ કરી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટપાલ ખાતાના સેવા નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીસ અદાલતનું આયોજન
Next articleમહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે, કાર્યકર દ્વારા પાણીથી પોતાના પગ સાફ કરાવતો વિડીયો વાયરલ