(જી.એન.એસ) તા. 18
ગાંધીનગર,
18 જૂનને મંગળવારના રોજ ગાંધીનગર સેવા સદનમાં ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી..જેમાં મનપાના નવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી…મહિલા મેયર તરીકે મીરાબેન પટેલની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે નાયબ મેયર તરીકે નટવરજી ઠાકોરની પસંદગી કરવામાં આવી હતી…પાટનગરને નવા મેયરનો એપ્રિમ મહિનામાં જ મળી ગયા હોત પરંતુ લોકસભાની ચુંટણીને કારણે અને ત્યાર બાદ નવી સરકારના શપથગ્રહણ કાર્યક્રમને કારણે મનપાની સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી..
17 જૂનને સોમવારના રોજ મળેલી સાંસદીય દળની બેઠક બાદ પણ ગાંધીનગરના મયેર કોણ બનશે તે એક સસ્પેન્સ હતુ..ત્યારે અંતે આ સસ્પેન્સ ખુલી ગયું છે અને નવા મેયર મીરાબેન પટેલ કે જેવો વોર્ડ નંબર 10ના કોર્પોરેટર છે..જ્યારે નાયબ મેયર નટવરજી પટેલ કે જેવો વોર્ડ નંબર 1ના કોર્પોરેટર છે..તેમની પસંદગી કરવામાં આવે છે…સાથે જ તમને જણાવી દઈએ કે, મેયરની પસંદગી દર 2.5 વર્ષે કરવામાં આવે છે. જ્યારે સ્થાનિક સ્વરાજની ચુંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે….મેયરના પદ માટે અમુક વખત મહિલા અનામન રૂપે મેયર તરીકે મહિલાની જ પસંદગી કરવામાં આવે છે. જ્યારે અમુક વખેત એસસી-એસટી અનામતમાંથી પણ મેયર બનાવવામાં આવતા હોય છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની હોદેદારોની બોડી:-
મેયરશ્રી:-
મીરાબેન યોગેશભાઈ પટેલ
ડે.મેયરશ્રી:-
નટુજી ઠાકોર
દંડક:-
સેજલબેન કનુભાઇ પરમાર
પક્ષ ના નેતા:-
અનિલસિંહ વાઘેલા
સ્ટેન્ડિંગ કમિટી:-
ગૌરાંગભાઈ વ્યાસ
જશપાલસિંહ બિહોલા
છાયાબેન ત્રીવેદી
પોપટસિંહ ગોહિલ
તેજલબેન નાઈ
શૈલેષભાઈ પટેલ
શૈલાબેન ત્રીવેદી
ઉષાબેન ઠાકોર
કૈલાસબેન સુતરીયા
ભરતભાઈ ગોહિલ
અલ્પાબેન પટેલ
મીનાબેન સોલંકી
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.