Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર ખાતે આયોજિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ – ૨૦૨૪માં ભારત સહિત ૪૬...

ગાંધીનગર ખાતે આયોજિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ – ૨૦૨૪માં ભારત સહિત ૪૬ દેશોના ૨૩૦ ખેલાડીઓએ ભાગ લીધો

107
0

(જી.એન.એસ) તા. 11

ગાંધીનગર,

ગિફ્ટ સીટી ગાંધીનગર ખાતે આયોજિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ – ૨૦૨૪ ટુર્નામેન્ટની આજે મુલાકાત લઈને ભારત સહિત ૪૬ દેશોના ૨૩૦ ખેલાડીઓનું જુસ્સો –મનોબળ વધાર્યું હતું. આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓનું સ્વાગત કરી ઉત્સાહ વધારતા શ્રી સંઘવીએ જણાવ્યું હતુ કે, દુનિયાભરમાંથી આવેલા જુનિયર  ચેસ પ્લેયરને મળવાનો અવસર ચેસ ચેમ્પીયનશિપ થકી પ્રાપ્ત થયો છે. ગુજરાતની ધરતી દેશ-દુનિયામાં રમાતી રમતોનું આયોજન કરવામાં અગ્રેસર રહી છે. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન GSCA સાથે મળીને રાજ્ય સરકાર દ્વારા અતિ મહત્વની ગણાતી  ટુર્નામેન્ટ કે, જેમાં દુનિયાભરમાંથી ખેલાડીઓ સહભાગી થયા છે. ભારતના મહેમાન બનેલા આ ખેલાડીઓએ  ચેસમાં વિશ્વભરમાંથી અનેક મેડલો જીત્યા છે. જે આવનારા સમયમાં સીનીયર લેવલે રમવાના છે એવા જુનિયર ચેસ ખેલાડીઓની આજે ઉત્સાહ વધારવાની મને તક મળી છે. આ ઇવેન્ટ ચેસની દુનિયામાં વધતી પ્રતિભા અને આ બૌદ્ધિક રમતને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે, પ્રથમ વખત ગુજરાત સફળતાપૂર્વક આ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે, ત્યારે ભારત સહિત ૪૬ દેશોના ૨૩૦ કુશળ ખેલાડીઓ વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યા છે ત્યારે ખેલાડીઓને ગુજરાતી આતિથ્ય, ગુજરાતી ભોજન, ગુજરાતની સંસ્કૃતિ, જોવાનો અવસર મળ્યો છે. ગુજરાતના વિચારો-સંસ્કૃતિ દેશ દુનિયા સુધી પહોચાડવાનું  આ ઉતમ પ્લેટફોર્મ છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ આ પ્રસંગે ૯માં ચરણમાં પ્રતિયોગિતામાં વિજેતા તરફ આગળ ચાલતી ભારતીય ખેલાડી સુશ્રી દિવ્યાને અભિનંદન પાઠવ્યા હતા. ભવિષ્યમાં આ ખેલાડી ભારત માટે અનેક મેડલો જીતશે તેવી આશા પણ મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે આગામી વર્ષોમાં પણ રાષ્ટ્રીય -આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ યોજવા માટે અનેક યોજનાઓ બનાવી છે. ગુજરાત સરકાર અને એસોસીએશનના સહકાર દ્વારા અનેક રમતોનું  ગુજરાતમાં સફળ આયોજન થઇ રહ્યું છે. આવા આયોજનો થકી ગુજરાતના યુવાનોને  રમત ગમત ક્ષેત્રે વધુમાં વધુ જોડવાનો આ ભગીરથ પ્રયાસ છે.       

   ઉલ્લેખનીય છે કે, ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (AICF) અને ફેડરેશન ઇન્ટરનેશનલ ડેસ ઇચેક્સ (FIDE) ની આગેવાની હેઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન (GSCA) દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબ ખાતે આ  પ્રતિષ્ઠિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ ૨૦૨૪ યોજાઈ રહી છે.

આ પ્રસંગે ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સેક્રેટરી શ્રી દેવ પટેલ અને ઓર્ગનાઈજિંગ સેક્રેટરી શ્રી ભાવેશ પટેલ સહીત વિવિધ દેશોના ખેલાડીઓ તેમજ  કોચ હાજર રહ્યા હતા.  

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરાખંડના ઋષિકેશમાં રાફ્ટિંગ ગાઈડો અને પ્રવાસીઓ વચ્ચે મારામારી
Next articleગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૪માં ચૂંટાયેલા પાંચ નવ નિયુક્ત ધારાસભ્યશ્રીઓની શપથવિધિ સંપન્ન