(જી.એન.એસ) તા. 10
ગાંધીનગર,
ગુજરાત સરકારના બાગાયત ખાતાની યોજના ‘અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ’ હેઠળ નાયબ બાગાયત નિયામકની કચેરી,ગાંધીનગર દ્રારા બાગાયત ખાતા હસ્તકની કેપિટલ નર્સરી, સેક્ટર-૮, ગાંધીનગર ખાતે તા.૦૮/૦૬/૨૦૨૪ અને તા.૦૯/૦૬/૨૦૨૪ દરમ્યાન સચિવાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા અધિકારીઓ માટે અર્બન હોર્ટિકલ્ચરની બે તાલીમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન તાલીમાર્થીઓએ વિવિધ આયોમોની તાલીમ મેળવી ઘર આંગણે કિચન ગાર્ડન તથા રોપા ઉછેર કરવાની પ્રેરણા મેળવી હતી.
નાયબ બાગાયત નિયામકની કચેરી, ગાંધીનગર દ્રારા અર્બન ગ્રીન મીશન કાર્યક્રમ હેઠળ અર્બન હોર્ટિકલ્ચર તાલીમના આયોજન અંતર્ગત બપોર સુધી કેપિટલ નર્સરી, સેક્ટર-૮, ગાંધીનગર ખાતે તાલીમાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી જેમાં કિચન ગાર્ડનમાં વપરાતા વિવિધ સાધનો, મિડિયા ( કોઈ પણ છોડ કુંડામાં વાવતા પહેલા તેમાં માટી ખાતર છાણ કોકપીટ વગેરેનું નાખવામાં આવતુ મિશ્રણ), કુંડાઓની ઓળખ તથા ઉપયોગ, ઈનડોર પ્લાન્ટ્સની સમજ, મિડીયા તૈયાર કરવુ તથા કુંડા ભરવા બદલવા અંગેની સમજ, આદર્શ કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન, લોન રોપણી તથા વયવસ્થાપન અંગેની સમજ,ઘરે જ વર્મીકંપોસ્ટ અને કંપોસ્ટ બનાવવાની રીત પ્લગ ટ્રે માં ધરુ તૈયાર કરવા, વર્ટિકલ ગાર્ડન અંગેની સમજ તથા વિવિધ ઘર આંગણાની ઔષધી વિશે પ્રેક્ટિકલ સમજ આપવામાં આવી. બપોર બાદ તાલીમાર્થીઓને કૃષિ ભવન ખાતે અર્બન હોર્ટિકલ્ચર અને તેનુ મહત્વ, આદર્શ કિચન ગાર્ડન તૈયાર કરવાનુ આયોજન તથા વ્યવસ્થાપન વિશે વ્યાખ્યાયન તથા PPT દ્રારા વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ જમીન, માટીના ઉપયોગ કર્યા વગર કઇ રીતે રોપા ઉછેર કરી ઉત્પાદન મેળવી શકાય તે બાબતે હાઇડ્રોપોનિક્સના ડેમો સાથે સમજ આપી પોષક તત્વોથી ભરપુર માઇક્રોગ્રીન્સ ઘરે તૈયાર કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી.સાથે સાથે ટેરેરિયમ તૈયાર કરવા અંગેનો ડેમો બતાવી પ્રેક્ટિકલ સમજ પણ આપવામાં આવી હતી.
વધુમાં સચિવાલયમાં ચાલતા ઇકોક્લબ અંગે સેક્શન અધિકારીશ્રી અંકિતભાઈ દ્રારા તાલીમાર્થીઓને જાણ તાલીમ અંગે જાણ કરી “શહેરી બાગાયત વિકાસ” ના નેજા હેઠળ વિવિધ વિષયોની માહિતી દ્વારા ઘર આંગણાની ઔષધી વિશે પ્રેક્ટિકલ સમજ આપવામાં આવી હતી. આ તાલીમમાં ગાંધીનગર શહેરમાં વસતા સચિવાલયના વિવિધ ખાતાના કર્મચારીઓએ ખાસ હાજર રહી બાગાયત ખાતાની આ તાલીમનો લાભ મેળવ્યો હતો. જેમાં કૃષિ વિભાગના મંત્રીશ્રીના પી. એ. શ્રી કિશોર ભાઈ રાઠવા અને શ્રી અંકિત ભાઇ પટેલ એ ખાસ હાજરી આપી હતી.
આ સમગ્ર તાલીમ બાગાયત ખાતાના નવનિયુક્ત નિયામકશ્રી સી. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરના વિવિધ શહેરી જીલ્લાઓ માં યોજવા આવે છે. જેનો મૂળ હેતુ શહેરીજનોને શહેરી બાગાયતી ખેતી પધ્ધતિ વિશે જાણકારી આપવાનો છે.
આ તાલીમ કાર્યક્રમ દરમિયાન બાગાયત ખાતાના અધિકારીઓ શ્રી મૌલિક પટેલ, શ્રી જીજ્ઞેશ પટેલ, શ્રી બિપિન સિંહ પઢિયાર, શ્રી ભરત ભાઈ ચૌધરી,શ્રી જીગરભાઈ શાહ, શ્રી જયદેવ પરમાર, શ્રીમતી વૈશાલી બેન કેવડીયા, અને ડૉ. ફારૂક પંજ એ વિવિધ વિષયો ઉપર નિદર્શન સાથે તાલીમ આપી હતી. જેમાં અંદાજે ૧૩૦ જેટલાં તાલીમાર્થી ઓ એ હાજરી આપી ખૂબ જ સરસ પ્રતિભાવો આપ્યા હતા.તાલીમઆર્થીઓના પ્રતિભાવમાં કંઈક અલગ શિખવાનો તથા ઘરે કિચન ગાર્ડન વિકસાવવાની પ્રેરણા મેળવ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. આ તાલીમ દરમિયાન હાજર રહેલ તમામ તાલીમઆર્થીઓને પ્રમાણપત્ર વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.