(જી.એન.એસ) તા. 10
ગાંધીનગર,
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલનો સમાવેશ આ વખતે મોદી કેબિનેટમાં થયો છે એટલે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ કોણ બનશે તેની ઉપર હવે સૌ કોઇની નજર છે. ભાજપમાં પાટીલના અનુગામી કોણ એ ચર્ચાએ માત્ર રાજ્યમાજ નહિ પણ દેશની રાજધાનીમાં પણ આ વિષયની ચર્ચા એ જોર પકડ્યું છે પણ સાથો-સાથ રાજ્ય સરકારમાં જો મંત્રીમંડળનું વિસ્તરણ અને ખાતાઓની ફેરબદલી થાય એવી પૂરી શકયતાઓ છે અને જો આવું થાય તો સંગઠનની રચના ઉપર તેની સીધી અસર જોવા મળશે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના પદ માટે પક્ષના વરિષ્ઠ અને સંગઠનના અનુભવી, તમામ ને સાથે લઈને ચાલનારા નેતાની પસંદગી થાય એવી પ્રબળ શક્યતાઓ છે. હાલ તો પ્રદેશ પ્રમુખની રેસમાં મુખ્ય 6 જેટલા નેતાઓના નામ આગળ હોય તેવી ચર્ચા છે. આ 6 નામમાં દેવુસિંહ ચૌહાણ, પ્રદિપસિંહ જાડેજા, બાબુભાઈ જેબલિયા, જગદીશ પંચાલ, વિનોદ ચાવડા અને આઈ.કે.જાડેજાનો સમાવેશ થાય છે.
દેવુસિંહ ચૌહાણની વાત કરીએ તો આ નેતા ખેડાથી સતત ત્રીજીવાર સાંસદ તરીકે તેઓ ચૂંટાયા છે, જિલ્લા સંગઠનમાં કામગીરીનો મોટો તો અનુભવ ધરાવે જ છે તેમજ કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે કામગીરીનો તેમનો અનુભવ છે અને મધ્યગુજરાતના રાજકારણમાં વર્ચસ્વ હોવાની સાથે-સાથે ક્ષત્રિય રાજપૂત સમાજનો પણ અગ્રણી ચહેરો છે.
પ્રદિપસિંહ જાડેજા ની વાત કરીએ તો તેઓ ક્ષત્રિય સમાજનો એક અગ્રણી ચહેરો છે અને રાજ્યના ગૃહમંત્રી તરીકે પણ તેઓ કામગીરી સંભાળી ચુક્યા છે. પ્રદિપસિંહ જાડેજા સંગઠનમાં સ્વીકૃત બની શકે છે અને મોવડીમંડળની ગુડબુકમાં પણ તેઓ સારું સ્થાન ધરાવે છે.
બાબુભાઈ જેબલિયાનું ને વાત કરીએને તો સામાન્ય લોકો માટે કદાચ બાબુભાઈ જેબલિયાનું નામ એટલું બધુ પરિચિત ન હોય પરંતુ તેઓ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી છે. બાબુભાઈ જેબલિયાનું જમાપાસુ છે સંગઠનમાં સ્વીકૃત વ્યક્તિ તરીકેની ખૂબ સારી છબી ધરાવે છે, સંઘનું બેકગ્રાઉન્ડ પણ તેના જમાપાસામાં ઉમેરો કરે છે. આ સાથે જ તેઓ કાઠી-ક્ષત્રિય સમાજનો એક અગ્રણી ચહેરો પણ છે, ખાસ તો સંગઠનમાં બધાને સાથે રાખીને ચાલવાની તેમની વૃતિથી સૌ કોઈ તેમણે સારી રીતે ઓળખે છે.
જગદીશ પંચાલની વાત કરીએ તો તેમના પ્લસ પોઈન્ટમાં સંગઠનમાં કામ કરવાનો અનુભવ મુખ્ય છે. અમદાવાદના શહેર પ્રમુખ તરીકે તેઓ સારું સંગઠન ચલાવવાનું જાણે છે, રાજ્ય સરકારમાં મંત્રી તરીકેની કામગીરીનો પણ અનુભવ છે સાથેજ જગદીશ પંચાલને સંગઠનમાં ઓબીસી નેતા તરીકે જો સર્વોચ્ચ જવાબદારી મળે તો મંત્રી તરીકે બીજા ઓબીસી નેતાને પણ તક મળી શકે છે.
વિનોદ ચાવડાની વાત કરીએ તો આ નેતા ત્રણ ટર્મથી તેઓ સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે અને દલિત નેતા તરીકે પણ વિનોદ ચાવડા સ્વીકૃત ચહેરો છે. ગુજરાત ભાજપના યુવા ચહેરા તરીકે ખૂબ જાણીતા છે. સંગઠનમાં તેમનો મહામંત્રીનો અનુભવ કામ લાગે એવો છે. વિનોદ ચાવડા પણ પક્ષના મોવડીમંડળ માટે સ્વીકૃત નેતાની છબી ધરાવે છે.
આઈ.કે.જાડેજાની વાત કરીએ તો તેમને સંગઠનમાં કામગીરીનો બહોળો અનુભવ છે. રાજ્યનો એક પણ ઝોન એવો નથી કે જેના રાજકારણથી આઈ.કે.જાડેજા પરિચિત ન હોય. અગાઉ રાજ્ય સરકારમાં પણ આઈ.કે.જાડેજા મંત્રી તરીકે રહ્યાં છે અને ક્ષત્રિય સમાજનો પણ એક જાણીતો ચહેરો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.