(જી.એન.એસ) તા. 7
ગાંધીનગર,
18મી લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં ની સાથેજ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા અધિકારીઓનો આંતરિક બદલી દોર ફરી એકવાર શરૂ થઈ ગયો છે. ગાંધીનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી આદેશ અપાયા છે. જેમાં 8 બિન-હથિયારી પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પોલીસવડાએ બદલીના આદેશ આપ્યા છે. આદેશમાં જણાવ્યું છે કે, જિલ્લા ખાતે ફરજ બજાવતા 8 બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરની જાહેર હિતમાં આંતરિક બદલી કરવામાં આવે છે.
બદલી કરવામાં આવેલ પોલીસ ઇન્સ્પેક્ટરના નામ:- એસ.આર.મુછાળ, બી.બી.ગોયલ, એસ.એસ.દેસાઈ, ડી.બી.ડાભી, વી.બી.દેસાઈ, કે.બી.સાંખલા, પી.બી.ચૌહાણ, એચ.જી.દેસાઈ
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.