Home ગુજરાત છઠ પૂજાને લઈને RPFની સરાહનીય કામગીરી, લાખો શ્રધ્ધાળુઓને પોહચાડ્યા વતન

છઠ પૂજાને લઈને RPFની સરાહનીય કામગીરી, લાખો શ્રધ્ધાળુઓને પોહચાડ્યા વતન

312
0

(જી.એન.એસ. રવિંદ્ર ભદોરિયા) તા.૦૧/૧૧

અમ્દાવાદ: છઠ પૂજાને લઈને ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વસતા પરપ્રાંતિયો માટે વ્યવસ્થા કરી દેવાઈ છે. ત્યારે અમદાવાદના ઇન્દિરાબ્રિજ સાબરમતી ખાતે છઠ પૂજાની તૈયારીએને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ બાબતે રેલવે પણ પોતાની તરફથી તમામ કોશિશ કરી છે. છઠ પૂજાને લઈને રેલવે પોલીસે અલગ અલગ સ્ટેશનો પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓને અમદાવાદ રેલવે સ્ટેશન પર તૈનાત કરી પોતાના વતન જતા ઉત્તરભારતીઓ માટે વ્યવસ્થા કરી છે.
અમદાવાદ RPFના પોલીસ ઇન્સ્પેકટર ગ્રેસીયત ફર્નાડીજે જણાવ્યું કે છઠ પૂજા ને લઈને રેલવે પોલીસે અલગ પ્લાન કરી ઉત્તર ભારતીયો તરફ જતી તમામ ટ્રેનોને સુરક્ષામાં આવરી લેવાયો છે. અને ટ્રેનના જનરલ કોચ લગાવી યાત્રીઓને બેસાડવામાં આવે છે. અને રિઝર્વેસોન કોચથી લઈ જનરલ કોચ ઉપર વોચ રાખી છે. ગ્રેસીયત ફર્નાન્ડિજે મણિનગર, મહેસાણાના, કલોલ, પાલનપુર રેલવે સ્ટેશન ઉપર ફરજ બજાવતા તમામ પોલીસ કર્મીઓને અમદાવાદ રેલવે જંકશન ઉપર છઠ પૂજાને લઈ તૈનાત કરવામાં આવ્યો છે.
છઠ પૂજા હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે, આ દિવસે ભગવાન સૂર્ય અને છઠ માતાની પૂજા કરવામાં આવે છે. છઠ પૂજાનો ઉત્સવ કાર્તિક મહિનાના તેજસ્વી પખવાડિયાની શાશ્તીની તારીખે આવે છે. છઠ પૂજાના દિવસે ભક્તો ગંગા કિનારે આવે છે અને પવિત્ર જળમાં સ્નાન કરે છે. શાસ્ત્રો અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે માતા છઠી (સૂર્યની પત્ની) ની પૂજા કરવામાં આવે છે. આ ઉપાસના દ્વારા આપણે ભગવાન સૂર્યનો આભાર માનીએ છીએ અને તેને સારા સ્વાસ્થ્ય અને રોગ મુક્ત રહે તેવી ઇચ્છા કરીએ છીએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરૂપાણી સરકારનો “પાક વિમો”….મૃગજળના આટાપાટા ન મળે ઉંડાણ કે ન મળે તળિયું….!!
Next articleસાયબરસેલેને મળી સફળતા, તાપસમા ખુલ્યું આરોપી સંબંધમાં જેઠ હતો