Home ગુજરાત સાયબરસેલેને મળી સફળતા, તાપસમા ખુલ્યું આરોપી સંબંધમાં જેઠ હતો

સાયબરસેલેને મળી સફળતા, તાપસમા ખુલ્યું આરોપી સંબંધમાં જેઠ હતો

237
0

(જી.એન.એસ. રવિંદ્ર ભદોરિયા) તા.૦૧/૧૧

અમ્દાવાદ: આજના યુગમાં સોશિયલ મીડિયાનો જમાનો ફાસ્ટ થઈ ગયો છે કે ગમે તેવી જાણકારી સોશિયલ મીડિયા ઉપર લોકોને મળી જાય છે. ત્યારે સોશિયલ મીડિયા પર ફરી એક વાર એક એવા ગુન્હાની તપાસ સાયબર સેલે કરી જેમાં એક યુવતીના ઇ- મેલ આઈડી થી કંપનીમાં રાજીનામાંનો મેલ કરી તેને નોકરી ઉપરથી કાઢી આપવામાં આવ્યો હતો. પરંતુ આ બાબતે સાયબર સેલના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ ઝાલા, મદનીશ પોલીસ કમિશનર જે.એમ.યાદવ તથા પોલીસ ઇસ્પેક્ટર વિ.બી. બારડ દ્વારા તપાસમાં કોલ ડિટેલ્સના આધારે ટેક્નિકલ માહિતી મેળવી આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીની પૂછ પરછ કરતા જાણવા મળેલ કે આરોપીએ પોતે યુવતીના ઈમેલ દ્વારા તેની કંપનીમાં રાજીનામા મુકવા મેલ કર્યો હતો. આ આરોપી થલતેજ ખાતે આવેલ પ્રાઇવેટ કંપનીમાં રિક્રુટમેન્ટ કન્સલ્ટ તરીકે કામ કરે છે. પરંતુ મહત્વની વાત એ છે કે તપાસ દરમિયાન જાણવા મળેલ કે આરોપી બહેનના જેઠ થાય છે. પણ આરોપી અને ફરિયાદી વચ્ચે મન દુઃખ હોવાથી બે જુદા પડ્યા હતા.

ફરિયાદીએ તેના સાસરિયા પક્ષના સભ્યો વિરુદ્ધ અગાઉ અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ વાત ને લઈ આરોપીએ બદલો લેવા માટે યુવતીના ઈમેલ આઈ ડી દ્વારા રાજીનામાં લેટર મેલ કર્યો હતો. પરંતુ તમામ તપાસ સાયબર સેલે કરી અને આખરે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleછઠ પૂજાને લઈને RPFની સરાહનીય કામગીરી, લાખો શ્રધ્ધાળુઓને પોહચાડ્યા વતન
Next articleઅમિત શાહના પુત્ર જયની કંપની આવકમાં 116.37 કરોડનો નાટ્યાત્મક રીતે ધરખમ વધારો…!!!