(જી.એન.એસ) તા. ૫
અમદાવાદ,
સાબરમતી પોલીસ સ્ટેશનના એએસઆઈ જયેન્દ્રસિંહ બાપાલાલ પરમાર અલગ અલગ કેસોમાં કબજે લીધેલા 53.65 લાખ ગાયબ કરી નાખ્યા
અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનના એએસઆઈ જયેન્દ્રસિંહ બાપાલાલ પરમાર ઉપર જ્યાં ફરજ બજાવે છે ત્યાંજ ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ પોલીસ ફરી એક વખત એએસઆઈ જયેન્દ્રસિંહની કરતૂતના કારણે ચર્ચામાં આવી છે. વર્ષ 2016થી ગુનાના કામે કબજે લેવાતા રોકડ મુદ્દામાલની ઉચાપત કરનારા એએસઆઈ જયેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરવાની પોલીસને ફરજ પડી છે. મોંઢાના કેન્સરની સારવાર લઈ રહેલા જયેન્દ્રસિંહ પરમારને અધિકારીઓએ અનેક તક આપી હતી. ઉચાપતનો મામલો મહિનાઓ અગાઉ સામે આવી ગયો હતો. આમ છતાં ઘર મેળે અમદાવાદ પોલીસની આબરૂ સચવાઈ જાય તેવા પ્રયાસ અધિકારીઓએ કર્યા હતા.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો નવેમ્બર-2023માં અમદાવાદ પોલીસ કમિશનરશ્રી જી. એસ. મલિકે 7 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરી હતી. સાબરમતી પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ રાઈટર હેડના પદ પર ફરજ બજાવતા ASI જયેન્દ્રસિંહ પરમારની તારીખ 9 નવેમ્બર 2023ના રોજ વિશેષ શાખામાં બદલી થઈ ગઈ હતી. દરમિયાનમાં 23 નવેમ્બર 2023થી જયેન્દ્રસિંહ પરમાર બિમારીની રજા પર ચાલ્યા ગયા હતા. 25 નવેમ્બર 2023માં ઓઢવ પોલીસ સ્ટેશન ખાતેથી સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે આવેલા એએસઆઈ વિનોદભાઇ ગોરાભાઇને માર્ચ-2024માં હંગામી ક્રાઈમ રાઈટર હેડ તરીકે નિમણૂક અપાઈ હતી. પોલીસ સ્ટેશનમાં રહેલા મુદ્દામાલની ચકાસણી અને ગણતરી વખતે એએસઆઈ વિનોદભાઇના સાથી કર્મચારી કોન્સ્ટેબલ મુકેશભાઇ હમીરભાઇએ જણાવ્યું હતું કે, મુદ્દામાલની તિજોરીઓની ચાવીઓ હંમેશા જયેન્દ્રસિંહ પોતાની પાસે જ રાખતા હતા. પ્રાથમિક તપાસમાં લાખો રૂપિયાનો રોકડ મુદ્દામાલ ગાયબ હોવાની જાણકારી મળતા વિનોદભાઇએ ઉચ્ચ અધિકારીઓને ઘટનાથી વાકેફ કર્યા હતા. આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વર્ષ 2016થી લઈને વર્ષ 2023 દરમિયાન કુલ 262 ગુનાના કામે કબજે લેવાયેલા લાખો રૂપિયા ગાયબ છે. આ ઉપરાંત હરાજી કરાયેલા મુદ્દામાલની રકમ પણ એએસઆઈ જયેન્દ્રસિંહ ચાંઉ કરી ગયા છે.
ગયા વર્ષના અંતમાં જ સાબરમતી પોલીસ સ્ટેશનના અધિકારીઓને દાળમાં કાળુ હોવાની ગંધ આવી ગઈ હતી. દારૂ અને જુગારના ગુનાઓમાં કબજે લેવાયેલો રોકડ મુદ્દામાલ બેંક ઑફ ઈન્ડિયા ભદ્ર શાખામાં જમા કરાવવાનો નિયમ છે. છેલ્લાં સાતેક વર્ષથી ક્રાઈમ રાઈટર હેડ તરીકે નિયુક્ત જયેન્દ્રસિંહ પરમારે (રહે. નંદીગ્રામ, નાના ચિલોડા, ગાંધીનગર) મુદ્દામાલની રોકડ અંગત ઉપયોગમાં લીધી હોવાની માહિતી ઉચ્ચ અધિકારીઓને મળી હતી. બિમારીની રજા પર રહેલા જયેન્દ્રસિંહે મુદ્દામાલની રોકડ બાબતે અધિકારીઓને રોકડ પરત આપવાની Lollipop આપી હતી. બિમારીની રજા પરથી પરત આવેલા જયેન્દ્રસિંહને સાથે રાખીને પોલીસે તપાસ ચલાવી ત્યારે પણ તેમણે “રૂપિયા સુરક્ષિત સ્થળે રાખ્યા છે” તેમ કહી ફરી એક વખત પોલીસ અધિકારીઓને લોલીપોપ આપી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.