(જી.એન.એસ. ગાંધીનગર) તા.૨૩/૧૦
ટૂંક સમયમાં અમીર બનવાના સપના પડયા ભારે, ઘણા એવા કિસ્સાઓ જોવા મળે છે કે લોકો ટૂંક સમયમાં વધારે રૂપિયા કમાવવાની લાલચમાં તેમજ ખોટા રોફ બતાવવા માટે ગુનાહિત પ્રવૃતિઓ કરતા પણ અટકતા નથી અને પછી ધકેલાઈ જાય છે જેલના સળિયા ભેગા આવી જ ઘટના ગાંધીનગર જિલ્લામાં જોવા મળી ગાંધીનગર પોલીસ દ્વારા સતત પેટ્રોલીગ કરવામાં આવી રહ્યું છે કે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ના બને પરંતુ જેને કાયદાનો ડર નથી અને માનવતા જેવું જ નથી તે લોકો આવું કામ કરતા જરાય પણ અટકતા નથી.ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે રમેશભાઈ માધાભાઈ ચૌધરી, રહે, હાલ. પ્લોટ નંબર-1386/1 સેક્ટર 3 બી ગાંધીનગર ખાતે રહેતો હતો અને આ મૂળ બનાસકાંઠાનો હતો તે નકલી dy.so બની લોકો સામે રોફ જમાવે છે તેવી માહિતી મળી હતી ક્રાઈમ બ્રાન્ચની ટિમ જ્યારે પેટ્રોલીગમાં હતા ત્યારે માહિતી મળેલ અને તેને પૂછ-પરછ માટે લાવવામાં આવેલ ત્યારબાદ ખુલાસો થયો કે રમેશભાઈને ટૂંક સમયમાં માલામાલ બનવાની લાલચ જાગી હતી તેમજ ખોટો રોફ જમાવાની પણ આદત હતી અને આ માટે તેઓ બની ગયા નકલી ડી.વાય.એસ.ઓ,પણ આ dy.so એ ભૂલી ગયા કે કાયદો તો કાયદાનું કામ કારશે જ,રમેશભાઈએ dy.so નું નકલી કાર્ડ પણ બનાવ્યું હતું તેમજ તેમની i.20 કાર ઉપર ગરવરમેન્ટ ઓફ ગુજરાત લખાવી રોફ પણ જમાવતો હતો.ત્યારબાદ આરોપી વિરુદ્ધ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.