Home ગુજરાત ભાજપના ઉમેદવાર ધવલસિંહને આયતી કાર્યકારોથી પ્રચાર કરવાની નોબત આવી…!

ભાજપના ઉમેદવાર ધવલસિંહને આયતી કાર્યકારોથી પ્રચાર કરવાની નોબત આવી…!

421
0

(જી.એન.એસ,કાર્તિક જાની)ગાંધીનગર,તા.૧૯
ગુજરાતની છ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં આજે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. પરંતુ આ અંતિમ સમયે બાયડ વિધાનસભા બેઠકના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ પોતાના પ્રચાર માટે ગાંધીનગર થી ભાજપના કાર્યકર્તાઓ બોલાવ્યા હતા. આ પેટા ચૂંટણી બે પાર્ટીઓ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. કારણ કે કોંગ્રેસ માંથી ધારાસભ્ય પદ પરથી રાજીનામાં આપી હવે ધવલસિંહ ભાજપમાં ફરીથી બાયડ બેઠકપરથી ચૂંટણી લડી રહ્યા છે.
ગુજરાતની છ બેઠકો માંથી બાયડની બેઠકમાં વોટરોનો મિજાજ ધવલસિંહ પ્રત્યે અલગ દેખાઈ રહ્યો છે. બાયડ બેઠક કોંગ્રેસનો ગાઢ માનવામાં આવે છે. પરંતુ હવે ધવલસિંહ ઝાલા બાયડ સીટથી ઉમેદવારી નોંધાવી છે પણ તે કોંગ્રેસથી નહિ પણ ભજપથી મેદાને ઉતર્યા છે.ત્યારે બાયડની જનતાનો મૂડ અલગ જોવા મળી રહ્યો. આ અલગ મૂળના કારણે ધવલસિંહ ઝાલાએ ગાંધીનગરથી ભાજપના કાર્યકરો બોલાવી પ્રચારમાં ભીડ એકઠી કરી હતી.કદાચ ભારતીય જનતા પાર્ટીને ધવલની સમગ્ર પરદા પાછળની હકીકત ખબર નથી, ત્યારે બાયડની જનતા લાગે છે કે ધવલસિંહને હારનો સામનો કરાવશે.
જ્યારે ધવલસિંહ ઝાલા કોંગ્રેસમાંથી બાયડ બેઠક પરથી વિજય બનીને આવ્યા ત્યારે બાયડની જનતાએ તમેને ખૂબ માન સન્માન આપ્યું હતું અન3 તેમને એક આશા હતી કે અમારા કામો હવે ધવલસિંહ ઝાલા કરાવશે.પરંતુ ધવલસિંહ ઝાલા એ તો તેમની દરેક આશાઓ ઉપર પાણી ફેરવીને પોતાના અંગત સ્વાર્થના રોટલા શેકવા ભાજપનો ખેસ ધારણ કરી લીધો અને આજે એ જ જનતા સમક્ષ વોટ માંગવા ફરીથી ગયા છે ત્યારે શું એ જનતા તેમને ફરી વોટ આપશે કે કેમ તે સવાલ કદાચ ધવલસિંહને પણ થઈ રહ્યો હશે, તો શું આ વખતે બાયડની જનતા ધવલસિંહને વિજય બનાવશે..? ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો ખૂબ રહ્યો છે, ત્યારે આ વખતે પણ કોંગ્રેસ આગળ રહે તેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાબરમતી ડીઝલ શેડ ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા લેવડાવ્યા શપથ.
Next articleવિધાનસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ૫૬,હરિયાણામાં ૬૨ ટકા મતદાન