(જી.એન.એસ) તા. 31
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લામાં ધનિષ્ઠ વનીકરણ કરવાના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના અઘ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ચાલું વર્ષના વન મહોત્સવ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં વૃક્ષા રોપણનો કાર્યક્રમ જન અભિયાનરૂપે કરવા માટેનું સુચારું આયોજન અંગે ચર્ચા – વિર્મશ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વાર્મિગની અસરની અનુભુતિ આપણે સૌ આ સમયે કરી રહ્યા છીએ. પર્યાવરણનું રક્ષણ કરવા માટે વૃક્ષોનું મહત્વ ખૂબ જ છે. જેથી ચાલુ વર્ષે વન મહોત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લામાં વૃક્ષોનું રોપણ મોટી સંખ્યામાં થાય અને તેનું સંવર્ધન થાય તે રીતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવા માટે સર્વે અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓને અપીલ કરી હતી. તેમણે ગાંધીનગર વન સંરક્ષકશ્રીની કચેરી દ્વારા નાગરિકોને વૃક્ષારોપણ માટે વિના મૂલ્ય રોપાઓ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કચેરી દ્વારા ૨૬ લાખથી વધુ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. આ રોપાઓ સરળતાથી સર્વેને મળી રહે તે માટે જિલ્લાની તમામ સરકારી નર્સરી ખાતેથી મળી રહેશે. વિના મૂલ્ય રોપાઓનું વિતરણ આગામી તા. ૦૫મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસથી કરવામાં આવશે. તેમણે ઉપસ્થિત સર્વે અધિકારીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓને વૃક્ષા રોપણ કાર્યક્રમ જિલ્લામાં અભિયાન રૂપે શરૂ કરવાનો અનુરોધ પણ કર્યો હતો.
ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદીએ જિલ્લા પંચાયત હસ્તકની કચેરીઓ, આંગણવાડીઓ, શાળાઓ, સી.એચ.સી. અને પી.એચ.સી. સેન્ટર ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ અભિયાન રૂપે કરવાનો અનુરોધ સર્વે અધિકારીઓને કર્યો હતો. તેમણે આ અભિયાનને સફળ બનાવવા માટે દરેક જગ્યાએ હાલમાં કેટલા વૃક્ષોનું વાવેતર કરી શકાય તેમ છે, તેનું આયોજન કરવા સર્વે અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ વૃક્ષોનું રોપણ થયા બાદ તેનું સંવર્ધન યોગ્ય રીતે થાય તેની તકેદારી રાખવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું. શાળાઓ ખાતે ઔષિધ વનસ્પિતિનું રોપણ કરવા માટે જણાવ્યું હતું. તેમણે વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓને યોગ્ય જગ્યા શોધી આ ઉમદા અભિયાનને સાર્થક કરવા માટે અપીલ કરી હતી.
નાયબ વન સંરક્ષક શ્રી ચંદ્રેશકુમારે જણાવ્યું હતું કે, વન મહોત્સવ અંતર્ગત નાગરિકોને વિના મૂલ્યે વિવિધ રોપાઓ સરળતાથી જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને નાગરિકોને મળી રહે તે માટે જિલ્લાની વિવિધ સરકારી નર્સરી ખાતેથી વિતરણ કરવામાં આવશે. જેમાં ગાંધીનગર રેન્જની સેકટર-૩૦, વન ચેતના, પુનિતવન પાછળ, જી.ટી.એસ. સેકટર-૩૦, આદીવાડા, જી.ઇ.બી, સેકટર- ૧૭- ધ-૪, ચ-૦ સર્કલ, પાલજ, શિહોલી મોટી, દહેગામ રેન્જની ચાંપલપુર, કરોલી, બહિયલ, કલોલ રેન્જની શેરીસા, નારદીપુર અને માણસા રેન્જની બિલોદરા અને આજોલ ખાતેની નર્સરી ખાતેથી રોપાઓનું વિતરણ કરવામાં આવનાર છે. આ બેઠકમાં જિલ્લાની કચેરીઓના અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ- પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.