Home ગુજરાત ગાંધીનગર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેન્ડલુમ ટેકનોલોજી, જોધપુર ખાતે ડિપ્લોમા ઇન હેન્ડલુમ એન્ડ ટેક્સટાઇલ...

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેન્ડલુમ ટેકનોલોજી, જોધપુર ખાતે ડિપ્લોમા ઇન હેન્ડલુમ એન્ડ ટેક્સટાઇલ ટેકનોલોજીમાં પ્રવેશ અંગે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તા. ૧૦-જૂન, ૨૦૨૪ સુધીમાં પ્રવેશ અંગે અરજી કરી શકે છે

19
0

(જી.એન.એસ) તા. 31

ગાંધીનગર,

ભારત સરકાર સંચાલિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેન્ડલુમ ટેકનોલોજી, જોધપુર, રાજસ્થાન ખાતે જુલાઈ ૨૦૨૪થી શરૂ થતા ત્રણ વર્ષના ડિપ્લોમા કોર્સ ઇન હેન્ડલુમ એન્ડ ટેક્સટાઇલ ટેકનોલોજીના પ્રથમ વર્ષ તથા બીજા વર્ષ (એલ.ઈ સિસ્ટમ)માં પ્રવેશ મેળવવા ઇચ્છતા તથા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી પત્રકમાં જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથેની અરજી કમિશ્નર, કુટીર અને ગ્રામ ઉદ્યોગ , બ્લોક નંબર ૭/૨ , ઉદ્યોગ ભવન, ઘ-૪, સેક્ટર-૧૧, ગાંધીનગરની કચેરીને તા. ૧૦-જૂન, ૨૦૨૪ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અરજી કરનાર ઉમેદવારોએ પોતાનો મોબાઈલ નંબર અવશ્ય લખવાનો રહેશે. ઉમેદવારો આ કચેરી ની વેબસાઈટ www.cottage.gujarat.gov.in પરથી ફોર્મ તથા માહિતી ડાઉનલોડ કરી શકશે. તથા વધુ માહિતી મેળવવા માંગતા ઉમેદવારો ફોન નં.07923259489 પર સંપર્ક કરી જાણકારી પણ મેળવી શકે છે.

ડિપ્લોમા કોર્સ ઇન હેન્ડલુમ એન્ડ ટેક્સટાઇલ ટેકનોલોજીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારે ધોરણ ૧૦ અંગ્રેજી વિષય સાથે ૩૫% માર્ક સાથે પાસ કરેલ હોવું જરૂરી છે, ડિપ્લોમા કોર્સમાં બીજા વર્ષમાં (એલ. ઈ સિસ્ટમથી) પ્રવેશ મેળવવા માટે ઉમેદવારે ધોરણ ૧૨  મેથેમેટિક્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષય સાથે પાસ અથવા કોઈપણ ટેક્સટાઇલ ડિસિપ્લિનના વ્યવસાયિક પ્રવાહ સાથે ધોરણ ૧૨ પાસ અથવા ધોરણ ૧૦ પાસ સાથે બે વર્ષ આઈ.ટી.આઈ નો કોર્સ કરેલો હોવો જોઈએ. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારની વય મર્યાદા તા. ૦૧/૦૭/૨૦૨૪ના રોજ ૧૫ થી ૨૩ વર્ષની હોવી જોઈએ. જ્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારો માટે ૧૫થી ૨૫ વર્ષની વય મર્યાદા નક્કી કરેલ છે. બીજા વર્ષમાં(એલ. ઈ સિસ્ટમથી )  પ્રવેશ મેળવવા માટે ઉમેદવારની મહત્તમ વય મર્યાદા ૨૫ વર્ષ હોવી જરૂરી છે. જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ૨૭ વર્ષ સુધીની વય મર્યાદા માન્ય ગણાશે. આ પ્રવેશ અરજી કરવા સાથે એલ.સી , જાહેરાતમાં માંગેલી લાયકાત પ્રમાણેની માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર,  ઇડબલ્યુએસ પ્રમાણપત્ર,  ડોમિસાઈલ પ્રમાણપત્ર તથા ચારિત્ર્યનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, રેશનકાર્ડ તથા આઈ .આઈ. એચ. ટી જોધપુર રાજસ્થાન દ્વારા ડિપ્લોમા કોર્સને લગતા કોઈપણ ડોક્યુમેન્ટસ મંગાવવામાં આવે તો તે ઉમેદવારે રજૂ કરવાના રહેશે. તેમ મેનેજરશ્રી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅજય દેવગન અને તબ્બુની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા’ નું ટીઝર રિલીઝ થયું
Next articleઆજનું પંચાંગ (1/06/2024)