(જી.એન.એસ) તા.૨૨
ગાંધીનગર,
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય માટે મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, 26 મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ અને આંધી વંટોળ સાથે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 26 મે સુધી બંગાળ ના ઉપસાગર માં ચક્રવાત સર્જાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને કોઈ કોઈ ભાગમાં 40 ડિગ્રી નીચું જવાની શક્યતા છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં રહેશે વરસાદ. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જ્યારે અમદાવાદમાં 25 તારીખ સુધી હીટવેવની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 23થી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ થશે. આવતીકાલે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં પડશે વરસાદ. દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં આગળ વધતું ચક્રવાત ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો માટે બની શકે છે મોટો ખતરો. આવતીકાલે બંગાળની ખાડીમાં તિવ્ર ચક્રવાત બાદ થશે વરસાદ
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.