Home ગુજરાત ગાંધીનગર જિલ્લા સેવા સદન, ગાંધીનગર ખાતે આતંકવાદી પ્રવૃત્તિઓના વિરોધ માટે શપથ લેવાયા

જિલ્લા સેવા સદન, ગાંધીનગર ખાતે આતંકવાદી પ્રવૃત્તિઓના વિરોધ માટે શપથ લેવાયા

11
0

21 મે આતંકવાદ વિરોધી દિવસ

(જી.એન.એસ) તા. 21

ગાંધીનગર,

 આતંકવાદી પ્રવૃત્તિ ના વિરોધ અને જનજાગૃતિના ભાગરૂપે પ્રતિવર્ષ 21 મે ના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે અને સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાનોમાં આતંકવાદના વિરોધ સાથે શપથ લેવામાં આવે છે.ગાંધીનગર જિલ્લા સેવા સદન ખાતે તારીખ 21 મે ના રોજ સવારે 11:30 કલાકે આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ તેમજ કોઈપણ પ્રકારની હિંસાથી દૂર રહેવાના સામૂહિક રીતે શપથ લેવામાં આવ્યા હતા. જેમાં પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા, નાયબ કલેકટર પ્રોટોકોલ શ્રી અર્જુનસિંહ વણઝારા, નાયબ ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડીયા સહિત અધિકારી-કર્મચારીઓ જોડાયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભા ચૂંટણી 2024: પાંચમા તબક્કામાં  57% થી વધુનું મતદાન થયું
Next article૨૧મી મે – આતંકવાદ વિરોધી દિવસ