(જી.એન.એસ) તા. 19
ગાંધીનગર,
રાજશ્રી પાર્ટી પ્લોટ પેથાપુર ખાતે શ્રીમદ્ ભાગવત પંચાન્હ પારાયણ, ભવ્ય રાજોપચાર,શ્રી કૃષ્ણ જન્મો ત્સવ, રૂક્ષ્મણી વિવાહ તથા ભવ્ય પોથી યાત્રા જેવા અનેક વિધ કાર્યક્રમો યોજાશે
પેથાપુર મંદિર ખાતે બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ,શ્રી રાધા કૃષ્ણ દેવના સિંહાસન સહિત જીર્ણૌધ્ધાર સંપન્ન: મંદિર ખાતે મહાઅભિષેક, છપ્પનભોગનું આયોજન
દ્વિ દશાબ્દી મહોત્સવમાં સમગ્ર ધર્મકુળ પરિવારની પ્રેરક ઉપસ્થિતિ: શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપુરની યુટયુબ ચેનલ તથા ફેસબુક પર લાઈવ પ્રસારણ કરાશે
ગાંધીનગરના પેથાપુર ખાતે અમારા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી નિર્મિત સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી તા. ૨૧-૫-૨૦૨૪ મંગળવાર થી તા. ૨૫-૫-૨૦૨૪ દરમિયાન દ્વિદશાબ્દી મહોત્સવ અને મંદિરનો નૂતન જીર્ણોધ્ધાર મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે એમ પેથાપુર મંદિરના મહંત શ્રી સ.ગુ.સ્વામી શ્રી અજય પ્રકાશદાસજી દ્વારા જણાવાયું છે.
મહંત શ્રી અજય પ્રકાશદાસજી એ સમગ્ર મહોત્સવની વિગતો આપતા કહ્યું કે, સવાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ની અસીમ કૃપાથી તથા શ્રી નરનારાયણદેવ પિઠાધીપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી તથા પ.પૂ. મોટા મહારાજ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ભાવી આચાર્ય ૧૦૮ લાલજીશ્રી વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ગાદીવાળા શ્રી તથા સમગ્ર ધર્મકુળ પરિવારના રૂડા આશિર્વાદથી તથા અમારા ગુરુ અ.નિ. સદ્. પુજારી સ્વામી શ્રી જયપ્રકાશદાસજી – (મુળીઘામ) ની દિવ્ય પ્રેરણાથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે.
તેમણે ઉમેર્યું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણાર્વિદથી પાવન થયેલી પવિત્ર ભૂમિ એવા પેથાપુર ધામને આંગણે જયાં શ્રી સ્વામિ નારાયણ ભગવાનની પ્રસાદીની ભાખરી તથા સ.ગુ. ગોપાળાનંદ સ્વામી જેવા મહાનસંતો દ્વારા પવિત્ર થયેલ સાબરમતી નદીના કિનારે અનેક મહાન મુમુક્ષ ભક્તોનાં પ્રસાદીના મંદિર સમાન ધરોનો ઉજ્જળો અમર ઈતિહાસને સાકાર કરવા માટે આજથી ૨૦ વર્ષ પહેલા પ.પૂ. આચાર્ય મહારાજશ્રી દ્વારા સુંદર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય કરાવી શ્રી રાધાકૃષ્ણદેવ તથા શ્રી ઘનશ્યામ મહારાજ તથા શ્રી ગણપતિ દાદા તથા શ્રી હનુમાનજી દાદાની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યાર બાદ ૫.પૂ. આચાર્ય મહા રાજશ્રીની આજ્ઞાથી સ.ગુ. મહંત સ્વામી શ્રી અજયપ્રકાશદાસજી દ્વારા મંદિરનો સંપૂર્ણ જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. આ મંદિરને ૨૦ વર્ષ પુર્ણ થતા દ્વિદશાબ્દી મહોત્સવ અને મંદિર નો નૂતન જીર્ણોધ્ધાર મહોત્સવ નિમિત્તે તા. ૨૧-૫-૨૦૨૪ મંગળવાર થી તા. ૨૫-૫-૨૦૨૪ શનિવાર દરમિયાન યોજાનાર આ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. તેમણે ઉમેર્યું કે, રાજશ્રી પાર્ટી પ્લોટ પેથાપુર ચાર રસ્તા ખાતે શ્રીમદ્ ભાગવત પંચાન્હ પારાયણ,ભવ્ય રાજોપચાર, મહાઅભિષેક, છપ્પનભોગ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ તથા ભવ્ય પોથીયાત્રા જેવા અનેક વિધ ભવ્ય આયોજનો કરાયા છે.ભાગવત પંચાન્હ પારાયણની પોથીયાત્રા તા. ૨૧-૫-૨૦૨૪, બપોરે ૩:૩૦ કલાકે યજમાનશ્રીના ઘરે થી રાજશ્રી પાર્ટી પ્લોટ પેથાપુર ચોકડી કથા સ્થળે જશે. આ પારાયણ દરમિયાન તા.૨૨-૫-૨૦૨૪ સાંજે ૬:૦૦ કલાકે
શ્રી કૃષ્ણ જન્મોત્સવ, તા.૨૩-૫- ૨૦૨૪ રાત્રે ૮ થી ૧૧ કલાકે શ્રી રૂક્ષ્મણી વિવાહ અને તા.૨૪-૫- ૨૦૨૪ બપોરે ૨ થી ૪ દરમિયાન રાજોપચાર વિધી યોજાશે. આ ઉપરાંત તા. ૨૫-૫-૨૦૨૪ના રોજ સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે ૭:૦૦ કલાકે મહાભિષેક અને સવારે ૯ થી ૧૨ કલાકે છપ્પનભોગ અન્નકૂટ નું પણ આયોજન કરાયું છે. આ જ દિવસે સવારે ૯:૦૦ કલાકે કથાનો પ્રારંભ થશે અને પ.પૂ. આચાર્ય મહારાજશ્રી કથાસ્થળે પધારશે અને સવારે ૧૦ કલાકે આશીર્વચન આપીને યજમાનશ્રીઓનું સન્માન પણ કરશે.
મહંત શ્રી એ ઉમેર્યું કે,સ.ગુ.શા. સ્વામી કો.શ્રુતિપ્રકાશ દાસજી તથા પાર્ષદ ભરત ભગત (મુળીધામ) તથા પેથાપુર સમસ્ત સત્સંગ સમાજ દ્વારા આયોજીત આ મહોત્સવમાં કલોલના
સ.ગુ.શા. સ્વામી શ્રી ઉત્તમચરણ દાસજી અને સ.ગુ.શા. સ્વામી શ્રી ગોપાલચરણદાસજી સભાનું સંચાલન કરાશે.જેનો તમામ સત્સંગીઓને બહોળો લાભ લેવા હૃદયથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે,આ મહોત્સવ પ્રસંગે સમગ્ર ધર્મકુળ પધારશે.લાઈવ પ્રસારણ – શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપુરની યુટયુબ ચેનલ તથા ફેસબુક પર લાઈવ કરવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.