Home ગુજરાત ગાંધીનગર જનસેવા કેન્દ્રમાં ઉપલબ્ધ વિવિધ સેવાને વધુ સુર્દઢ અને ઝડપી બનાવવા નાગરિકો પાસે...

જનસેવા કેન્દ્રમાં ઉપલબ્ધ વિવિધ સેવાને વધુ સુર્દઢ અને ઝડપી બનાવવા નાગરિકો પાસે સ્વયં અભિપ્રાય મેળવ્યા : જનસેવા કેન્દ્રમાં લોકભાગીદારીથી તાત્કાલિક મોટા બે વોટર કુલરો મૂકવાની સૂચના આપી

19
0

ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીએ કલોલ તાલુકાના જનસેવા કેન્દ્રની ઓંચિતી મુલાકાત લીઘી

(જી.એન.એસ) તા. 18

ગાંધીનગર,

               ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ કલોલ તાલુકાના જનસેવા કેન્દ્રની ઓંચિતી મુલાકાત લીઘી હતી. આ મુલાકાત દરમ્યાન જનસેવા કેન્દ્ર ખાતેની વિવિધ સુવિઘા અંગે માહિતી મેળવી નાગરિકો પાસેથી જનસેવા અંગેના અભિપ્રાય મેળવ્યા હતા.

               ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ આજે સવારના ૧૧.૦૦ કલાકે અચાનક કલોલ મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્રની ઓંચિતી મુલાકાતે પહોંચી ગયા હતા. કલેકટર શ્રી મેહુલ દવે સીઘા જ જનસેવા કેન્દ્રમાં ગયા હતા. ત્યાં આગળ જનસેવા કેન્દ્રમાં પોતાના વિવિધ સરકારી દસ્તાવેજો અને અન્ય કામો માટે આવેલા નાગરિકો સાથે જનસેવાની સુવિધાઓ અંગેની માહિતી તેમના મુખે સાંભળી હતી. તેમજ જનસેવા કેન્દ્ર ખાતે તમામ પ્રમાણપત્રોસમયસર મળી રહે તે છે કે નહિ, તેની ખાત્રી પણ તેમણે નાગરિકોના મુખે સાંભળી હતી. તે ઉપરાંત તેમણે સમગ્ર જનસેવા કેન્દ્રના એક એક ટેબલની મુલાકાત લઇ ત્યાં કઇ કઇ સરકારી સેવા- યોજનાનો લાભ આપવામાં આવે છે, તેની માહિતી જનસેવાના કર્મયોગીઓ પાસેથી મેળવી હતી. તેમજ જનસેવાના કાર્યને વધુ સર્દઢ અને ઝડપી બનાવવા માટે ભવિષ્યામાં શું આયોજન કરવું જોઇએ તેની વિસ્તૃત માહિતી અહીં કામ કરતાં કર્મયોગીઓ મેળવી તેમણે જનસેવામાં કામ અર્થે આવેલા નાગરિકો પાસેની સલાહ- સૂચનો મેળવ્યા હતા. તેમણે જનસેવાના ભાવને કેન્દ્રમાં રાખી સર્વે કર્મયોગીઓને કામ કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ નાગરિકોને જનસેવાના કાર્યમાં કોઇ તકલીફ કે મુશ્કેલી ઉભી થાય તો સ્થાનિક અધિકારી એવા પ્રાંત અધિકારી કે મામલદારશ્રીનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું.

               ઉનાળાની ઋતુ હોવાથી સબરજીસ્ટ્રાર કચેરી કલોલ ખાતે નાગરિકોની સુવિધામાં પંખા, બેઠક વ્યવસ્થા અને પીવાના પાણીની સુવિધાનું કલેકટર શ્રી મેહુલ દવેએ જાત નિરીક્ષણ કર્યું હતું. તેમને આ દરમ્યાન જણાવવા મળ્યું હતું કે, જે.કે. લક્ષ્મી સિમેન્ટ દ્વારા થોડાક દિવસમાં નાગરિકોને પીવાનું ઠંડુ અને શુધ્ધ પાણી મળી રહે તે માટે સબ રજીસ્ટાર કચેરીએ જનસેવા કેન્દ્ર ખાતે વોટર કુલર આપવામાં આવનાર છે. તેની ચર્ચા કરી હતી. અહીં ઉપલબ્ધ પાણીના જગ મુકીને નાગરિકોને પાણીની સુવિધા આપવામાં આવી રહી છે, તેનો આનંદ વ્યકત કરીને સર્વે અધિકારીઓ – કર્મયોગીઓને પાણીના જગ અને કચેરી પરિસરમાં સ્વચ્છતા જળવાઇ તેની ખાસ તકેદારી રાખવા ભારપૂર્વક જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારત સરકારે રોજગાર માટે કંબોડિયાની મુલાકાત લેવા ઇચ્છતા દેશના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી
Next articleલોકસભા ચુંટણીમાં બહુમતીથી જીત્યા બાદ ઈન્ડીયા ગઠબંધનના નેતાઓ ભેગા મળી વડાપ્રધાન માટેના ઉમેદવાર નું નામ નક્કી કરશે: ઉદ્ધવ ઠાકરે