(જી.એન.એસ) તા. 5
અમદાવાદ,
લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન 7મેના રોજ થવાનું છે, જેમાં ગુજરાતની 25 સીટ પર મતદાન થશે. આ પહેલા તમામ પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા હરિભક્તોને પત્ર લખીને અપીલ કરવામાં આવી છે કે 7 મેનાં રોજ હરિભક્તો કમળનું બટન દબાવી ભાજપને મત આપે. તેજેન્દ્રપ્રસાદ મહારાજ, કૌશલેન્દ્રપ્રસાદ અને વ્રજેન્દ્રપ્રસાદ દ્વારા હરિભક્તોને અપીલ કરવામાં આવી છે. આ પત્રમાં રામ મંદિર બનાવવાના નિર્માણમાં સહભાગી થવા ભાજપને મત આપવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકીય મતભેદ ભૂલી જઈ કમળનું બટન દબાવવા પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ત્રીજા તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. કાળઝાળ ગરમી વચ્ચે મતદારોને ઘરની બહાર કાઢવું એ ચૂંટણી પંચ માટે એક પડકાર છે, પણ ચૂંટણી પંચ દ્વારા પણ લોકોને ગરમીમાં મતદાન માટે આવે તીરે તકલીફ ના થાય તે અર્થે વિવિધ સુવિધાઓ પણ કરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.