Home ગુજરાત ગાંધીનગર રાજયના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી-...

રાજયના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી- કલેકટરશ્રીએ પોતાના મતાધિકારનો ઉપયોગ ગાંધીનગરના આંગણેથી કર્યો

22
0

સર્વે નાગરિકોને લોકસભા સામાન્ય ચૂંટણીના મતદાનના દિવસે દશ મિનિટ દેશ માટે આપવાની અપીલ અધિકારીશ્રીઓએ મતદાન કરીને કરી

સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી એ.બી.પટેલ, શ્રી પી.ડી.પલસાણા સહિત ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી- કલેકટર શ્રી મેહુલ દવેએ મતદાન કરીને નૈતિક ફરજ અદા કરી

(જી.એન.એસ) તા. 4

ગાંધીનગર,

લોકશાહીના અવસરના વધામણા કરવાના દિન ગણાઇ રહ્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણી ન્યાયિક, પારદર્શિત અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવા ઉમદાભાવ સાથે  ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા સતત કર્મશીલ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાનું મતદાન કરીને જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. આજે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ઉભા કરવામાં આવેલા મતદાન કેન્દ્ર ખાતે રાજયની મુખ્ય નિર્વાચન કચેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

         લોકશાહીના અવસર સમી લોકસભા સામાન્ય ચૂંટણીના મતદાન કરવાને આડે માત્ર બે દિવસ રહ્યા છે. તા. ૦૭મી મે, ૨૦૨૪ના રોજ મતદાન સવારના ૭.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક સુધી કરવામાં આવશે. સમગ્ર રાજયમાં લોકસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સતત કાર્યશીલ અધિકારીઓ અને કર્મયોગીઓને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અર્થે મતદાનની અલગ વ્યવસ્થા કરવામાં આવે છે.

         છેલ્લા થોડાક દિવસથી ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ અધિકારી-કર્મચારીઓ, પોલીસ જવાનો, દિવ્યાંગ મતદારો અને ૮૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારો લોકશાહીના આધાર સ્તંભ મતદારોની પ્રરેણાદાયી ભૂમિકા મતદાન કરીને અદા કરી રહ્યા છે.

         ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ઉભા કરવામાં મતદાન મથક ઉપર આજે ચૂંટણી પ્રક્રિયાની ફરજમાં વ્યસ્ત અધિકારી- કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન પ્રક્રિયાને હાથ ઘરવામાં આવી હતી. ગાંધીનગર કલેકટર કચેરી ખાતે રાજયની મુખ્ય નિર્વાચન કચેરીના સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી એ.બી.પટેલ, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી પી.ડી.પલસાણા, અધિક કલેકટર શ્રી એ.કે.ગૌત્તમ સહિત ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી- કલેકટર શ્રી મેહુલ દવેએ મતદાન કરીને નૈતિક ફરજ અદા કરી હતી. તેમજ સર્વે ગુજરાત સહિત ગાંધીનગર જિલ્લાના નાગરિકોને લોકસભા સામાન્ય ચૂંટણીના મતદાનના દિવસે દશ મિનિટ દેશ માટે આપવાની અપીલ કરી અવશ્ય મતદાન કરવાની પ્રરેણા આપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચીને ફરીથી તાઇવાનની જળ અને હવાઈ સીમાનો કર્યો ભંગ
Next articleકોંગ્રેસના બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના પ્રચારમાં પ્રિયંકા ગાંધી વરસ્યા પી એમ મોદી પર