આંતકવાદ, ભષ્ટ્રાચાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાથી કોંગ્રેસ પાર્ટી દૂર ભાગે છે
(જી.એન.એસ) તા. 4
છોટા ઉદયપુર,
ત્રીજા તબક્કા ના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે તે પેહલા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પ્રવાસમાં છોટાઉદેપુરના બોડેલીમાં જાહેર સભા સંબોધ્યા બાદ અમિત શાહ નવસારીના વાંસદા પહોંચ્યા હતા. જનસભામાં અમિત શાહે કહ્યુ કે આંતકવાદ, ભષ્ટ્રાચાર સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ પાર્ટીને ચર્ચા પણ કરવી નથી ગમતી.
અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધી રસી પર પહેલા સવાલ ઉઠાવતા હતા. કોંગ્રેસે મહામારીમાં પણ રાજનીતિ કરી હતી. બીજી તરફ અમિત શાહે કહ્યુ કે ભાજપ જે કહે છે તે કરીને બતાવે છે. રામ મંદિરની વાત કરી અને તે બનાવીને બતાવ્યુ.
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી એ કહ્યું હતું કે, ST અને OBCના ભાગની અનામત મુસ્લિમોને આપવામાં આવી છે. કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોને OBCમાંથી ભાગ આપ્યો છે. રામ મંદિરના મુદે પર પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. અમિત શાહે જણાવ્યુ કે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં કોંગ્રેસના નેતા હાજર રહ્યાં ન હતા. ભાજપ જે કહે છે તે કરી બતાવે છે.ભાજપે નકસલવાદને પણ ખતમ કર્યો છે. જ્યારે ઈન્ડીયા ગઠબંધનના વડાપ્રધાન કોણ બનશે તેનો તેમના પાસે જવાબ નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.