Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ જિલ્લામાં આજદિન સુધીમાં 2640 જેટલાં 85 વર્ષથી વધુ વયના, શતાયુ અને...

અમદાવાદ જિલ્લામાં આજદિન સુધીમાં 2640 જેટલાં 85 વર્ષથી વધુ વયના, શતાયુ અને દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

25
0

અમદાવાદ જિલ્લામાં કુલ- 51,000થી વધારે 85 વર્ષથી વધુ વયના અને શતાયુ મતદારો તથા 30,730 દિવ્યાંગ મતદારો

અમદાવાદ જિલ્લામાં કુલ- 51,000થી વધારે 85 વર્ષથી વધુ વયના અને શતાયુ મતદારો તથા 30,730 દિવ્યાંગ મતદારો

(જી.એન.એસ) તા. 2

અમદાવાદ,

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં આગામી તારીખ 7 મી મે-2024ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

લોકશાહી શાસન વ્યવસ્થામાં દરેક નાગરિકનો મત ખૂબ જ કીમતી હોય છે એટલે જ ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ વયના, શતાયુ અને 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો ઘેર બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. એ માટે ફોર્મ-12 ડી ભરનારા 3477 જેટલાં 85 વર્ષથી વધુ વયના, શતાયુ અને દિવ્યાંગ મતદારો માટે પોતાના ઘરેથી મત આપી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. આ મતદાન માટે તારીખ 24 એપ્રિલથી તંત્ર દ્વારા તેમના ઘરે ઘરે જઈ મત મેળવવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. જેમાં આજ દિન સુધીમાં અમદાવાદ જિલ્લામાં કુલ-2640 જેટલાં 85 વર્ષથી વધુ વયના, શતાયુ અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. આ પ્રક્રિયા આગામી તારીખ 5 મે સુધી ચાલશે. આ ઉપરાંત જેમણે ફોર્મ-12 ડી નથી ભર્યું તેવા આ ઉંમરના તમામ મતદારો અને દિવ્યાંગ મતદારો મતદાન મથક પર જઈને પણ મતદાન કરી શકશે. આ મતદારો માટે મતદાન મથકો પર પણ સ્વયંસેવકો તથા વ્હીલચેરની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં કુલ- 51,000થી વધારે 85 વર્ષથી વધુ વયના અને શતાયુ મતદારો નોંધાયેલા છે. વરિષ્ઠ અને શતાયુ મતદારોની વિગતવાર વાત કરીએ તો, સૌથી વધુ અમદાવાદ પશ્ચિમ લોકસભામાં 18,836 મતદારો 85+ વયના છે, જ્યારે અમદાવાદ પૂર્વ લોકસભામાં 6580 મતદારો 85+ વયના છે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભામાં 16,831 મતદારો 85+ વયના છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 30,730 દિવ્યાંગ મતદારો છે. જે પૈકી 17,064 પુરુષ અને 13,662 મહિલાઓનો સમાવેશ થાય છે.

લોકસભા મતક્ષેત્રમાં આવતા વિધાનસભાના વિસ્તારવાઈઝ આ સંખ્યાની વાત કરીએ તો, અમદાવાદ પશ્ચિમ લોકસભાના એલિસબ્રીજ વિધાનસભામાં 6962, અમરાઈવાડી વિધાનસભામાં 1720, દરિયાપુર વિધાનસભામાં 2082, જમાલપુર-ખાડિયા વિધાનસભામાં 1607, મણિનગર વિધાનસભામાં 2881, દાણીલીમડા વિધાનસભામાં 1908 અને અસારવા વિધાનસભામાં 1676 મતદારો 85+ વયના છે.

અમદાવાદ પૂર્વ લોકસભાના વટવા વિધાનસભામાં 1166, નિકોલ વિધાનસભામાં 1013, નરોડા વિધાનસભામાં 1939, ઠકકરબાપાનગર વિધાનસભામાં 1182, અને બાપુનગર વિધાનસભામાં 1280 મતદારો 85+ વયના છે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભાના ઘાટલોડિયા વિધાનસભામાં 4005, વેજલપુર વિધાનસભામાં 4393, નારણપુરા વિધાનસભામાં 4162, સાબરમતી વિધાનસભામાં 2337 અને સાણંદ વિધાનસભામાં 1934 મતદારો 85+ વયના છે.

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ બે વિધાનસભા વિરમગામ અને ધંધુકા અમદાવાદ જિલ્લામાં આવે છે, જ્યારે ખેડા લોકસભા મતવિસ્તારમાં પણ સમાવિષ્ટ બે વિધાનસભા ધોળકા અને દસ્ક્રોઈ અમદાવાદ જિલ્લામાં આવે છે. આ ચાર વિધાનસભાની વાત કરીએ તો, વિરમગામ વિધાનસભામાં 2532 અને ધંધુકા વિધાનસભામાં 3330 મતદારો 85+ વયના છે. જ્યારે ધોળકા વિધાનસભામાં 1341 અને દસ્ક્રોઈ વિધાનસભામાં 1852 મતદારો 85+ વયના છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં 85 વર્ષથી વધુ વયના, શતાયુ અને દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર વ્યાપક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતમારું લાઈટ બિલ ઝીરો કરવાની યોજના, ઈલેક્ટ્રિક વ્હીકલ આવવાના છે, પી એમ સૂર્ય ઘર યોજના મારું સપનું છે: વડાપ્રધાન મોદી
Next articleયુએસ ફેડરલ રિઝર્વે સતત છઠ્ઠી વખત વ્યાજ દર 5.25% અને 5.5% વચ્ચે જાળવી રાખ્યો