Home અન્ય રાજ્ય તમારું લાઈટ બિલ ઝીરો કરવાની યોજના, ઈલેક્ટ્રિક વ્હીકલ આવવાના છે, પી એમ...

તમારું લાઈટ બિલ ઝીરો કરવાની યોજના, ઈલેક્ટ્રિક વ્હીકલ આવવાના છે, પી એમ સૂર્ય ઘર યોજના મારું સપનું છે: વડાપ્રધાન મોદી

15
0

(જી.એન.એસ) તા. 2

સુરેન્દ્રનગર/જુનાગઢ,

લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે આણંદ બાદ સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ ભવ્ય જનસભા ને સંબોધી હતી, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી એ દેશના વિકાસની વાતો સાથે ભાજપની કામગીરી અને સરકારની સિદ્ધીઓની વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે 60 વર્ષ સુધી બેંકો પર કબજો કર્યો. તેમણે કોંગ્રેસ અને કોંગ્રેસના શાહજાદા રાહુલ ગાંધી પર પણ આડકતરા પ્રહારો કર્યા. પી એમ મોદીએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવા સાથે ભાજપને મહત્તમ 400 બેઠકો પાર કરવાની સિદ્ધિમાં સાથ આપવા હાંકલ કરી હતી.

 ગુજરાતની જનતાના આશિર્વાદ માંગવા આવ્યો છું. ગુજરાતની ધરતી સાવજોની ધરતી છે. સંતો અને વડીલોને મારા પ્રણામ. આ ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી. મારો ભારત, મારો પરિવાર એ ભાવ સાથે કામ કરું છું. જૂનાગઢ જિલ્લામાં ટુરિઝમની મોટી તાકાત છે. કેશોદના એરપોર્ટને ગાજતું કરવું છે. આ પ્રેમ અને આશિર્વાદ મારી મોટી મૂડી છે. આ જમીન દુનિયાની કસોટી પર પાર ઉતરી છે. હ્રદયમાં મારું ભારત એવો એક જ ભાવ છે.

વડાપ્રધાન મોદીએ  દેશના વિકાસના અવિરત કામ કર્યા. મોદી સાહેબે જે વાયદા કર્યા તે તમામ પાળ્યા છે. ગયા 10 વર્ષમાં મે ક્યારેય પાછું વળીને નથી જોયું. તમારું લાઈટ બિલ ઝીરો કરવાની યોજના છે. હવે ઈલેક્ટ્રિક વ્હીકલ આવવાના છે. PM સૂર્ય ઘર યોજના મારું સપનું છે. અમરેલીથી ભરત સુતરિયાને ભારે મતોથી વિજયી બનાવો. મારે બધા પોલિંગ બુથ જીતવા છે.

ઇન્ડી ગઠબંધન અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસની નિયતમાં જ ખોટ છે. ગુજરાત માટે કોગ્રેસને ખૂબ નફરત છે. કાશ્મીરમાં કોંગ્રેસે સંવિધાન લાગુ ન કર્યું. કોંગ્રેસના શહેજાદાઓને ચેતવણી આપું છું. હિંદુ શરણાર્થીઓને CAA અંતર્ગત અધિકારો મળે છે. કોંગ્રેસ ફરીથી દેશમાં 370 નહીં લાવી શકે. અમારી સરકારે ત્રિપલ તલાકમાંથી મહિલાઓને મુક્તિ આપી જે કોંગ્રેસને બિલકુલ પસંદ આવ્યું નથી. કોંગ્રેસના સાંસદ દ.ભારતને અલગ કરવાની માંગ કરે છે. INDI એલાયન્સની પાર્ટી ગઠબંધનની નહિ પરંતુ વિભાજનની માનસિકતા ધરાવે છે. કોંગ્રેસને વિભાજનની માનસિકતા વિરાસતમાં મળી છે. કોંગ્રેસે શ્રીલંકાને મફતમાં ટાપુ પધરાવી દીધો. અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનવું એ આપણું સૌભાગ્ય. જ્યારે કોંગ્રેસે હંમેશા રામ મંદિરનો વિરોધ કર્યો અને રામ મંદિરના આમંત્રણને નકાર્યું. કોંગ્રેસ માટે આ ભગવાન રામ વિરુદ્ધ લડાઈની ચૂંટણી છે. કોંગ્રેસ પોતાના અલગ રંગમાં આવી ગઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં હાર્ટ એટેકથી બે વ્યક્તિનાં મોત નીપજ્યા
Next articleઅમદાવાદ જિલ્લામાં આજદિન સુધીમાં 2640 જેટલાં 85 વર્ષથી વધુ વયના, શતાયુ અને દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું