૯૫ વર્ષની ઉંમરે મતદાનની પવિત્ર ફરજ અદા કરતા ગાંધીનગર જિલ્લાના મણિબા બન્યા યુવાનો માટે પ્રેરણા રુપ
(જી.એન.એસ) તા. 1
ગાંધીનગર,
મતદાનનાં મહાપર્વને ઉજવવાનો સમય નજીક આવી રહ્યો છે.મતદાન કરવું એ આપણી નૈતિક અને અમૂલ્ય ફરજ પણ છે. “આપણું લક્ષ ૧૦૦% મતદાન”ની નેમ સાથે જિલ્લા વહિવટી તંત્રએ મતદાનજાગૃતિ ફેલાવા સાથે વૃધ્ધો તથા અશક્ત નાગરિકો પોતાનો કીંમતી મત આપી શકે તે માટે તેમના ઘર સુધી મતકુટિર પહોંચાડી તેઓ પણ મતદાન કરી શકે તે માટે પ્રયાસરત છે.ત્યારે ગાંધીનગર જિલ્લાના ૯૫ વર્ષીય મણીબેન માવજીભાઈ રેવરે મતદાન કરી સંદેશ પાઠવ્યો છે કે મતદાનએ મજબૂત લોકશાહીનો પાયો છે.અને લોકશાહીનો સાચો ધબકાર છે.
ગાંધીનગર જિલ્લાના સેક્ટર-૨૭માં રહેતા મૂળ ભાવનગરના વતની ખીમજી ભાઈ માવજીભાઈ રેવર પરિવાર સાથે લગભગ ૪૦ વર્ષથી ગાંધીનગરમાં રહે છે. તેમના પરિવારમાં સૌથી વડીલ તેમના માતા મણીબેન રેવર જેઓ હાલમાં ૯૫ વર્ષની ઉંમરના છે, તેઓ મતદાન માટે યુવાનો માટે પ્રેરણા રુપ બન્યા છે. પોતાની ત્રણ પેઢી સાથે રહેતા આ મણીબા ઉંમરથી ભલે અશક્ત હોય પણ મતદાન કરવાનો તેમનો જોમ અને જુસ્સો પ્રશંસાને પાત્ર છે.
મણિબેનના ૭૨ વર્ષીય પુત્ર ખીમજીભાઈ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, તેમના માતા નિરક્ષર હોવા છતાં હંમેશા દેશ, લોકશાહી, દેશહિત જેવા કાર્યોથી પ્રભાવિત રહ્યા છે. અને પોતાના બાળકોને પણ દેશ પ્રત્યે ફરજ નિભાવવા સલાહ આપતા. આજે ૯૫ વર્ષે પણ તેમને લોકશાહીના આ અવસરે મતદાન કરવાનું ગર્વ છે.
મણીબા જેવા અનેક વયસ્કો મતદાન મથકે પહોંચીને મતદાન કરી શકવા સમર્થ નથી હોતા. આ સમયે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટે સામેથી આવા વયસ્કો અને અશક્ત મતદાતા સુધી પહોંચીને “એક પણ મતદાર બાકી રહી ન જાય” તેવા સંકલ્પ સાથે કાર્ય શરૂ કર્યું છે. જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી મેહુલ દવે, પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા સહિતના ચૂંટણી અધિકારી- કર્મચારી મત પેટી લઈને મણીબા સુધી પહોંચ્યા હતા. તેમના ઘરે મતદાન મથક ઊભો કરીને મતદાન કરવાની સુવિધા પૂરી પાડી હતી. ખીમજીભાઈ જણાવે છે કે, ચુંટણી તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્રે પાછલા ઘણા વર્ષોથી વૃદ્ધો અને અશક્ત મતદારો માટે ઘરે આવી મતદાન મથક ઉભુ કરી જે સુવિધા આપીછે તે ખરેખર પ્રશંસની છે. અને એ દર્શાવે છે કે લોકશાહી તંત્રમાં દરેક નાગરિકના એક એક મતનું મહત્વ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.