Home મનોરંજન - Entertainment 15000 કરોડ રૂપિયાના મહાદેવ બેટિંગ એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ

15000 કરોડ રૂપિયાના મહાદેવ બેટિંગ એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ

77
0

(જી.એન.એસ) તા. 28

મુંબઈ,

15000 કરોડ રૂપિયાના મહાદેવ બેટિંગ એપ કેસમાં મુંબઈ પોલીસની SITએ એક્ટર સાહિલ ખાનની છત્તીસગઢથી ધરપકડ કરી છે, નોંધનીય છે કે હાઈકોર્ટે સાહિલ ખાનની જામીન અરજી ફગાવી દીધા બાદ આ ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે છત્તીસગઢમાં તેની ધરપકડ બાદ અભિનેતા સાહિલ ખાનને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે. જણાવી દઈએ કે, મહાદેવ સટ્ટાબાજીની એપમાં સાહિલ ખાન પહેલો ફિલ્મ સ્ટાર નથી. આ પહેલા પણ આ કેસમાં ઘણા કલાકારોના નામ સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સાહિલ ખાન લોટસ બુક 24/7 નામની સટ્ટાબાજી એપ્લિકેશન વેબસાઇટમાં ભાગીદાર છે, જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન નેટવર્કનો ભાગ છે.

બોમ્બે હાઈકોર્ટમાંથી આગોતરા જામીન અને ધરપકડમાંથી રાહત ન મળતા સાહિલ ખાન મુંબઈથી ભાગી ગયો હતો. લગભગ 40 કલાક સુધી પીછો કર્યા બાદ પોલીસે સાહિલની ધરપકડ કરી હતી. કહેવાય રહ્યું છે કે સાહિલ ખાન વારંવાર પોતાનું લોકેશન બદલતો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઇટના લેન્ડિંગ ગેરમાં ખામી સર્જી હતી
Next articleરાજા-મહારાજાઓ માટેની ટિપ્પણી અયોગ્ય, રાજા મહારાજાઓને પણ કોંગ્રેસના સાશનમાં અનુભવ થયા છે : સી આર પાટીલ