Home ગુજરાત ભારતનો પાકિસ્તાને પચાવી પાડેલ ખૂબસૂરત વિસ્તાર “પોક” માં અદભુત 10 વેલી.

ભારતનો પાકિસ્તાને પચાવી પાડેલ ખૂબસૂરત વિસ્તાર “પોક” માં અદભુત 10 વેલી.

629
0

(જીએનએસ:હર્ષદ કામદાર)
ભારતના લોકો જેને સ્વર્ગ કહે છે તે કાશ્મીર અતિ સુંદર છે પરંતુ તેનાથી પણ અપાર સુંદરતા ધરાવતો અને કામધેનુ સમાન ભારતનો પાકિસ્તાને દબાવી પાડેલ વિસ્તાર એટલે ગીલગીટ બાલ્ટીસ્તાન. જેને” પોક” કહેવામાં આવે છે. જે 79000 કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે અને 7 જિલ્લામાં વહેંચાયેલ છે. ત્યા વિવિધ નામના ધરાવતી 10 વેલી આવેલી છે જેમાં હુજા વેલી એટલે ખૂબસૂરત સ્વર્ગ સમાન વિસ્તાર ત્યાંના લોકોને ખુબસુરતી પણ ખોબે ખોબે નહિ પરંતુ ટોપલા ભરીને આપી છે. અહીંના લોકોનું આયુષ્ય ૧૨૦ વર્ષનું અને તે પણ તંદુરસ્તી સભર ગણાય છે. વિશ્વના દેશોના પ્રવાસીઓ મોટા પ્રમાણમાં મુલાકાતે આવે છે. અહીંના લોકો અને વિસ્તાર ઉપર અનેક પુસ્તકો દુનિયાના વિવિધ દેશોમાં પ્રસિદ્ધ થયા છે. પાકિસ્તાનને વિદેશી પ્રવાસીઓની આવક સવિશેષ છે. એજ રીતે અન્ય વેલીઓ ટ્રેકીગ માટે વિદેશોમાં નામના ધરાવે છે. તેનો લાભ પણ પાકિસ્તાનને મળે છે ઉપરાંત તેના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં યુરેનિયમ મળે છે તેમ જ સોનાની ખાણો આવેલી છે તેમાંથી મોટા પ્રમાણમાં સોનુ મળે છે. એટલે ભારતનો પાકિસ્તાને પચાવી પાડેલ આ વિસ્તાર પાકિસ્તાન માટે કામધેનું ગાય છે. અગાઉની કોઈ પણ સરકારે આ બાબતે ધ્યાન આપ્યુંજ નથી એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી….. નથી ને….. નથી જ…..!! હા અત્યાર સુધીમાં કોઈ પણ સરકારે ભારતનો પાકિસ્તાની પચાવી પાડેલી વિસ્તાર એટલે પોક અંગે કદી પણ ત્યાંની ભૌગોલિક સ્થિતી, લાભા લાભ સહિત તેની મહત્ત્વતા અંગે કોઈ જ માહિતી ભારતની શાળા-કોલેજના અભ્યાસક્રમમાં આપી જ નથી તે પણ એક સત્ય હકીકત છે…..! હા… માત્ર કાશ્મીર અંગે આમ લોકોને માહિતી આપેલી છે તે પણ અધકચરી જેનો અભ્યાસક્રમમાં પાઠ આવે છે બાકી… તો…..!?
અત્રે નોંધનીય બાબત એ છે કે અત્યારની કેન્દ્રની ભાજપાનુ મોદી સરકારે પાકની આભામાંથી કાશ્મીરને ધારા 370 અને ૩૫એ દૂર કરીને પાક.થી મુક્ત કરાવીને જમ્મુ-કાશ્મિર અને લડાખનો કેટલોક વિસ્તારનો ભારતે કબજો લઈને પોતાનું હીર બતાવી દીધું છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ છે કે હવેના સમયમાં જમ્મુ-કાશ્મીર લડાખનો ભારતના કબજાવાળા વિસ્તારમાં વિકાસના કામો થશે. નવા ઉદ્યોગો- વેપાર-ધંધા ખૂલશે અને લોકોને રોજગારી મળતી થઈ જશે તે નિશ્ચત છે….! તો આ વિસ્તારોના વિકાસની સાથે કેન્દ્ર સરકારની નજર નાપાક પાકિસ્તાન પચાવી પાડેલા ભારતના વિસ્તાર એટલે કે “પોક” ઉપર ઠરશે. તેમજ કાશ્મીર જેવી કૂટનીતિ અખત્યાર કરીને કેન્દ્ર સરકાર પોકનો કબજો કરી લેશેજ તે પણ હકીકત બની રહેશે… અને ત્યારેજ ભારત “સંપૂર્ણ ભારત” બનશે……!!
પાકિસ્તાને પચાવી પાડેલ પોકમા ગીલગીટ બાલ્ટીસ્તાન વિસ્તારની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો અહીયા 10 વેલી આવેલી છે. દરેક વેલીનું મહત્વ પણ અલગ પ્રકારનું છે. પ્રથમ છે હુજા વેલી જેનું વર્ણન આગળ બતાવ્યું છે. બીજી છે ગોરીકોટ વેલી જે ગુડાઈ વિસ્તારમાં આવેલી છે આ વિસ્તારમાં ૧૨ ગામો છે. એસ્ટોર જિલ્લામાં આ સૌથી મોટી ખૂબસૂરત વેલી છે. એ જ રીતે એસ્ટોર જિલ્લામાં નાગર વેલી છે જ્યાં ટ્રેકીગ માટે અનેક વિદેશનાં પ્રવાસીઓ આવે છે. આ વિસ્તારમાં કરીમાબાદ, બાલ્ટીટ,અલીયાબાદ,અલટીક, એહમદાબાદ અને નાગર નામના ગામ-શહેર આવેલા છે. પછી નાલતાલ વેલી જેની સુંદરતા વખણાય છે. પછી હિસ્પર વેલી કે જે નાગર શહેર પાસે આવેલી છે અને ટ્રેકિંગ માટે પ્રખ્યાત છે. પછી છે ઈશ્કોમાન વેલી. જે અફઘાન સરહદની નજીક છે તેમાં 20 ગામ- શહેર આવેલા છે. ત્યારબાદ ચતુરસન વેલી છે જ્યાં આઠ ગામો છે અને અફઘાન તથા અક્ષય ચીન સરહદ પાસે આવેલી છે. ત્યાર બાદ કટપના વેલી જે પાક. અધિકૃત કાશ્મીરમાં સ્કાયડુ નજીક છે અને તે કોલ્ડ ડીઝર્ટના નામે પ્રખ્યાત છે અને છેલ્લી છે સ્કાર્ડૂ વેલી જે પહોળાઈ અને લંબાઈ માં વિશેષ મહત્વ ધરાવે છે અનેક લેક અને પહાડો છે તેની ખુબસુરતી અને બોટીગ માટે વિશ્વભરના પ્રવાસીઓ ખાસ મુલાકાત લે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઢબુંડીનાં ગોરખધંધામાં ડે.કલેકટર પણ સામેલ..? આખરે ધનજી ઓડ ફરાર
Next articleGNS Breaking : “ઢબુડી માં”નો પડદો ઉઠ્યો, બેનકાબ થયો ઢોંગી ધનજી, જુઓ અસલી ચહેરો