Home ગુજરાત ગાંધીનગર કોર્પોરેશનની કામગીરી ઉપર ફરી વળ્યું પાણી: શહેરીજનોની વધશે મુશ્કેલી.?

ગાંધીનગર કોર્પોરેશનની કામગીરી ઉપર ફરી વળ્યું પાણી: શહેરીજનોની વધશે મુશ્કેલી.?

470
0

(જી.એન.એસ.કાર્તિક જાની)તા.૨૫

ગાંધીનગર સેકટર 30 મા આવેલ મ્યુન્સીપલ ઢોર ડબ્બા મા થી પશુ પાલકો ના ટોળાએ સિક્યોરિટી પર હુમલો કરી 180 પશુઓ છોડાવી ચોરી કરી લઈ ગયા ગાંધીનગર ના શહેરીજનો ને રસ્તે રખડતા ઢોરોના ત્રાસની સંખ્યબંધ ફરિયાદો આવ્યા બાદ મ્યુન્સીપલ તંત્રના દબાણ ખાતા વિભાગે ઢોર પકડવાની કામગીરીની પ્રારંભ કરી 200 જેટલી ગાયો ,નંદી ને પકડી ઢોરડબે પૂર્યા હતા. ત્યારે મ્યુન્સીપલમા 2 દિવસના રજા નો લાભ પશુપાલકો એ ઉઠાવ્યો અને જન્માષ્ટમીની મધ્ય રાત્રિએ અજાણ્યા પશુ પાલકો એ ઢોર ડબ્બે હલલા બોલ કરી ફરજ પર ના સિક્યુયોરિટી પર હુમલો કરી 180 જેટલા પશુ ધન ને છોડાવી ચોરી કરી લઈ જતા મ્યુન્સીપલ માટે આ ઘટના આંચકા જનક બની હતી.
અને આજે રવિવાર હોવા છતાં આ ઘટના ની ગંભીરતા ને લઈ મેયર તેમજ મ્યુન્સીપલ કમિશનર એ બનાવ ની ગંભીર નોંધ લઈ જરૂરી સૂચનો આપ્યા હતા મેયરે આ અંગે જીએનએસ સાથે વાત ચીત મા જણાવ્યું કે આ ઘટનાની અમે ગંભીર નોંધ લીધી છે અને જે લોકો એ આ કૃતય કર્યું છે તેની સામે પોલીસ કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે. અને ટોળા સામે હુમલો કર્યાની ફરિયાદ આપી છે. વધુ મા તેમને જણાવ્યું કે આવી ઘટનાથી કોર્પોરેશન ને બાન મા લેવા નો મનશુબો રાખતા હોય તો તેઓ ને પડકાર ફેંક્યો છે અને આગામી સમય મા ઢોર પકડવાની ઝુંબેશ વધુ આક્રમકતા સાથે ઉપાડીસુ તેમજ શહેરીજનો ને ભયમુક્ત રાખવા ના જરૂરી તમામ પગલાં કોર્પોરેશન ભરસે
જોકે આજની આ ઘટના ને લઈ કોર્પોરેશન ની કામગીરી સામે આંગળીઓ ચીંધાઈ છે આ ઘટના મા પોલીસ ને રાતે કેમ જાણ ના કરાઈ અથવાતો રાત્રી ના સમયે આટલુબધું પશુધન રસ્તા પર થી પસાર થઈ રહ્યું હતું ત્યારે રાત્રી દરમ્યાન પેટ્રોલિંગ કરતી પોલીસ એ આંખ આડા કાન કેમ કર્યા.? સુ ગાંધીનગર પોલીસ ને માત્ર જુગારીયાઓ ને પકડવા માટે જ દોડાદોડી કરતી હતી.? જો કોર્પોરેશન આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી નહિ કરે તો ગાંધીનગર ના શહેરીજનો માટે રસ્તે નીકળવું જોખમકારક સાબિત થઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર:ડભોડા પોલીસે 33 જુગારીઓ સાથે 10,23,900નો મુદામાલ ઝડપ્યો
Next articleવિજ્ઞાનજાથાએ લાલ આંખ કરતા ઢબુંડી માતાજીના નામે ચાલતો ગોરખધંધો ઠપ્પ..