Home ગુજરાત ગાંધીનગર:ડભોડા પોલીસે 33 જુગારીઓ સાથે 10,23,900નો મુદામાલ ઝડપ્યો

ગાંધીનગર:ડભોડા પોલીસે 33 જુગારીઓ સાથે 10,23,900નો મુદામાલ ઝડપ્યો

764
0

(જી.એન.એસ.ગાંધીનગર )તા.૨૩

જેવો શ્રવણમહિનો ચાલુ થાય એટલ જુગારીઓમાં આનંદ છવાઈ જતો હોય છે.અને અલગ અલગ સ્થળે જુગારધામા નાખી જુગાર રમતા હોય છે અને રમાડાતા પણ હોય છે. ત્યારે ગાંધીનગર એસ.પી મયુર ચાવડા તેમજ નાયબ અધિક્ષક એમ.કે રાણા સાહેબની સ્પષ્ટ સુચન મુજબ પોલીસ પણ આ મહિનામાં જુગારીઓ ઉપર નજર રાખી રહી પોતાના બાતમીદારો સક્રિય કરી જુગારીઓને કાયદાનું ભાન કરવવા કમર કસી છે ત્યારે ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓની સુચના મુજબ ડભોડા પો.સબ.ઇન્સે બી.આર.રાઠોડે સ્ટાફનાં માણસોને અસરકારક કામગીરી કરવા સુચન કરેલ જે અન્વયે ડભોડા પોલીસ કોન્સ્ટેબળને બાતમી મળેલ કે ગોળવંટા તાબે વલાદ ગામની સીમમાં આવેલ કલ્પેશભાઈ પ્રમુખભાઈ પટેલ રહે.નરોડા અમદાવાદના ફર્મે હાઉસમાં શ્રવણ માસમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારું પૈસા પાનાથી જુગાર રમાડે છે.જે હકીકત મળતા પોલસ સ્ટાફના માણસો દ્વારા રેઇડ કરવામાં આવતા બે ઓરડીમાં અલગ અલગ મળી કુલ ૩૩ ઇસમો પ્લાસ્ટીકના કોઈનથી જુગાર રમાડતા જેથી તેમની અટકાયત કરવામાં આવી તેમજ રમતમાંથી રૂ.૬૮૯૦૦ તથા ગોદડાઓની ઓથમાંથી છુપાયેલ રૂ.૩૦૦૦ તેમાં મળીને કુલ રોકડ.૭૧૯૦૦ મળેલ તેમજ ૩૨ નંગ મોબાઈલ કી.રૂ.૬૭૦૦૦ તેમજ સ્થળ ઉપરથી વાહનો રીક્ષા,બાઈક,એકટીવા.તથા ઈનોવા ગાડી કી.૮.૮૫૦૦૦ તેમાં મળીને કુલ રૂ..૧૦.૨૩.૯૦૦ નાં મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ જુગાર ધારા ૪.૫ મુજબ કાયેદેસર કાર્યવાહી કરવામાં આવી.ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર:દોલારાણા વાસણાની હાઈસ્કૂલના પ્રિન્સિપાલે કર્યું અનોખું ધર્મ કાર્ય
Next articleગાંધીનગર કોર્પોરેશનની કામગીરી ઉપર ફરી વળ્યું પાણી: શહેરીજનોની વધશે મુશ્કેલી.?