Home Uncategorized ગાંધીનગર સંસદીય મતદાર વિભાગના જનરલ ઓબ્ઝર્વર શ્રી વિનયકુમારે  જિલ્લા સેવા સદન ખાતે...

ગાંધીનગર સંસદીય મતદાર વિભાગના જનરલ ઓબ્ઝર્વર શ્રી વિનયકુમારે  જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી કામગીરીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું

18
0

(જી.એન.એસ) તા. 22

ગાંધીનગર,

આ બેઠકમાં જનરલ ઓબ્ઝર્વરશ્રીએ જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત વિવિધ કંટ્રોલ રૂમ, ઇ.એમ.એમ.સી અને સિંગલ વિન્ડો સિસ્ટમની પણ મુલાકાત લીધી

      ગાંધીનગર સંસદીય મતદાર વિભાગના જનરલ ઓબ્ઝર્વર શ્રી વિનયકુમારે  જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી કામગીરીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. તેમજ તેની સાથે કાર્યરત વિવિધ કંટ્રોલ રુમ અને ઇ.એમ.એમ.સી રૂમની પણ મુલાકાત લીઘી હતી.
      જનરલ ઓબ્ઝર્વર શ્રી વિનયકુમારે આજે બપોર બાદ ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં યોજાનાર લોકસભાની ચૂંટણી અંતર્ગત વિવિધ કામગીરીની માહિતી મેળવવા માટે જિલ્લા સેવા સદનની મુલાકાત લીઘી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરીની વિવિધ કામગીરીની રૂપ રેખા મેળવી હતી. તેની સાથે સાથે ચૂંટણી ખર્ચ નિયંત્રણ રૂમની મુલાકાત લીધી હતી. ખર્ચ નિયંત્રણ રૂમ ખાતે વિવિધ રીપોર્ટીંગની માહિતી મેળવી હતી. તેમજ દરેક ખર્ચ માટેના રીપોર્ટીંગની સુચારું વ્યવસ્થા કેવી રીતે ગોઠવણી કરવામાં આવી છે. તેની સાથે સાથે તમામ પત્રકોની જાત તપાસ કરી તેની નિભાવણી માટેના જરૂરી સૂચનો પણ કર્યા હતા.
જનરલ ઓબ્ઝર્વરશ્રીએ જિલ્લા સેવા સદન ખાતે આવેલા આચારસંહિતા ભંગ સહિતની ચૂંટણીને લગતી કોઇપણ પ્રકારની ફરિયાદ ઓનલાઇન નોંઘવા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન ૧૮૦૦ ૨૩૩ ૦૫૮૪ નંબર, ચૂંટણી દરમ્યાન આચાર સંહિતા તથા ખર્ચની ફરિયાદોને ઓનલાઇન નોંધવા c-Vigil એપ્લીકેશન- પોર્ટલ અને રાજય કક્ષાએ ગાંધીનગર ખાતે હેલ્પલાઇન ટેલીફોન નંબર – ૧૯૫૦ છે, તેની પણ મુલાકાત લીઘી હતી. આ મુલાકાત દરમ્યાન કંટ્રોલ રૂમના નોડલ અધિકારી શ્રી દ્રષ્ટિ ઓઝાએ જનરલ ઓબ્ઝર્વરશ્રીને કંટ્રોલ રૂમની વિવિધ કામગીરીની માહિતી આપી હતી. તેમજ જણાવ્યું હતું કે, લોકસભાની ચુંટણી જાહેર થતાંની સાથે તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. ચૂંટણી જાહેર થઇ ત્યાંથી લઇ તા. ૨૦મી એપ્રિલ સુધીમાં કુલ ૮૦૯ ફરિયાદોનું નિવારણ લાવવામાં આવ્યું છે. જેમાં c-Vigil એપ્લીકેશન- પોર્ટલ પર ૮૪, Ngsp પર ૪૭૩, ૧૯૫૦ હેલ્પ લાઇન નંબર પર ૨૪૫, ડિટેક્ડેટ હેલ્પલાઇન પર પાંચ અને અન્ય ૨ ફરિયાદ મળી છે.
જનરલ ઓબ્ઝર્વરશ્રીએ ઇ.એમ.એમ.સેન્ટરની પણ મુલાકાત લીઘી હતી. જેમાં તમામ ટીવી ચેનલો ઉપર આવતાં વિવિધ સમાચારોનું મોનિટરીંગ કેવી રીતે કરવામાં આવે છે. તેમજ કોઇપણ ઉમેદવાર સંલગ્ન સમાચાર, પેઇડ ન્યૂઝ કે જાહેરાત આવે તો કેવી રીતે તેના પર કામગીરી કરીને રજિસ્ટર નિભાવવામાં આવે છે, તેની પણ માહિતી મેળવી હતી. તે ઉપરાંત તેમણે જિલ્લા સેવા સદનના જન સેવા કેન્દ્ર ખાતે કાર્યરત કરવામાં આવેલા સિંગલ વિન્ડો સિસ્ટમની કાર્યપ્રણાલીની પણ માહિતી મેળવી હતી અને જુદી જુદી પરવાનગીઓ એક સ્થળેથી કેવી રીતે આપવામાં આવે છે, તેનું નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકાત દરમ્યાન તેમની સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડિયા, ઓબ્ઝર્વર નોડલ અધિકારી અને નાયબ કલેકટર શ્રી અર્જુનસિંહ વણઝારા, ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા સહિત સંબંધિત અધિકારીઓ જોડાયા હતા.
 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક / પેન્શન અદાલત
Next articleરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને અન્ય મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા