(જી.એન.એસ),તા.૧૪
મુંબઈ,
વર્ષ 1987માં આવેલી રામાનંદ સાગરની ‘રામાયણ’ને લોકોનો જેટલો પ્રેમ મળ્યો, તેટલો અત્યારે કદાચ જ કોઈ અન્ય શોને મળ્યો હશે. આ શોમાં અરુણ ગોવિલ ભગવાન રામના રોલમાં અને દીપિકા ચિખલિયા માતા સીતાના રોલમાં જોવા મળી હતી. આ શો પછી બંનેની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે લોકો તેમને વાસ્તવિક ભગવાન માનવા લાગ્યા. તે શો ખુબ જ સરળ અને સાદી રીતે બનાવવામાં આવ્યો હતો તેમાં કોઈ પણ પ્રકારનું અલગથી કન્ટેન્ટ ઉમેરી વબતાવવામાં આવ્યું નથી. હાલમાં જ ટીવી પર ‘શ્રીમદ રામાયણ’ નામનો શો શરૂ થયો છે. શરૂઆતમાં લોકોને આ શો પસંદ આવ્યો હતો, પરંતુ હવે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જેમાં તેના એક સીનને લઈને લોકો ચોંકી ગયા છે અને રામાયણનું અપમાન કરવાના ઓરોપ લાગી રહ્યા છે. ‘રામાયણ’ની તર્જ પર, ‘શ્રીમદ રામાયણ’ની શરૂઆત વર્ષ 2024ની શરૂઆતથી કરવામાં આવી હતી. આ શોને ખૂબ પ્રમોટ કરવામાં આવ્યો હતો, જેના કારણે શોને શરૂઆતથી જ સારો પ્રતિસાદ મળવા લાગ્યો હતો. શો માટે કરવામાં આવેલી કાસ્ટિંગને પણ લોકોએ પસંદ કરી હતી. લાંબા સમય સુધી શોમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ પછી એક વળાંક આવ્યો જેના પછી ચાહકો ચોંકી ગયા અને શોને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ ટ્વિસ્ટ સીતા હરણના સીન પછી આવ્યો છે, જેને જોઈને દર્શકોને લાગ્યું કે મેકર્સ તેને ખોટી રીતે બતાવી રહ્યા છે.
લેટેસ્ટ ટ્રેક મુજબ રાવણ સીતાજીનું હરણ કરી લંકા લઈ ગયો છે. જ્યારે રામ અને લક્ષ્મણ તેમની શોધમાં લાગેલા છે. સીતા હરણ પછી મેકર્સે અનેક તથ્યો સાથે છેડછાડ કરી છે, જેના કારણે દર્શકોનું દિમાગ ફરી રહ્યું છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, સીતા ક્યારેય રાવણના મહેલમાં ગયા નથી, તે હંમેશા અશોક વાટિકામાં જ રહેતા હતા અને રાવણે ક્યારેય તેની તરફ ખરાબ નજરથી જોયું નથી, પરંતુ શોના તાજેતરના એપિસોડમાં, માતા સીતાનું પાત્ર રાવણના મહેલમાં બતાવવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમના માથા પર મુગટ પણ દેખાય છે. એક તરફ તે ભગવા કપડામાં છે તો બીજી તરફ તેના માથા પર નાનો મુગટ પણ છે. હવે આ જોઈને ચાહકો ચોંકી ગયા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘તેને ખોટી રીતે બતાવવામાં આવી રહ્યું છે. સીતાજી ક્યારેય રાવણના મહેલમાં ગયા ન હતા. અન્ય એક યુઝરે લખ્યું, ‘માતા સીતા અશોક વાટિકામાં રહેતા હતી.’ આ પછી જ એક યુઝરે લખ્યું, ‘બધું સારું ચાલી રહ્યું હતું, બધું બગડી ગયું છે.’ ગુસ્સે થયેલા યુઝરે લખ્યું, ‘લોકોની ભાવનાઓ સાથે ન રમશો, આ એવો શો નથી જેમાં કંઈપણ બતાવી શકાય.’ આવી સ્થિતિમાં, મોટાભાગના ચાહકોનું માનવું છે કે લંકેશ અને સીતાને એકસાથે બતાવવાનું ખોટું છે અને તે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.