Home ગુજરાત ભાજપ દ્વારા લોકસભા ચુંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની તારીખ નક્કી કરવામાં આવી..

ભાજપ દ્વારા લોકસભા ચુંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની તારીખ નક્કી કરવામાં આવી..

60
0

ગાંધીનગર,

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જંગ બરાબર જામ્યો છે ત્યારે કેન્દ્ર અને પ્રદેશ ના સંગઠન ના નેતાઓ દ્વારા લોકસભા ચુંટણી ની 26 બેઠકોના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રક ભરવાની તારીખ નક્કી કરી દીધી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજ્યમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહથી લઇને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ તમામ લોકોની તારીખો નક્કી કરી દેવામાં આવી છે.

સૂત્રો પ્રમાણે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 19 એપ્રિલે ગાંધીનગર બેઠક પર ઉમેદવારી પત્રક ભરશે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારી થી સાંસદ સી.આર પાટીલ 18 એપ્રિલે ઉમેદવારી પત્રક ભરશે. આની સાથે સાથે પરશોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. શોભનાબેન બારૈયા 16 એપ્રિલે સાબરકાંઠા બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. નિમુબેન બાંભણિયા 16 એપ્રિલે ભાવનગર બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. ભરતસિંહ ડાભી 16 એપ્રિલે પાટણ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. રેખાબેન ચૌધરી 16 એપ્રિલે બનાસકાંઠા બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. મનસુખ માંડવિયા 15 એપ્રિલે પોરબંદર બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. હસમુખ પટેલ 15 એપ્રિલે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. દિનેશ મકવાણા 16 એપ્રિલે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. ચંદુ શિહોરા 15 એપ્રિલે સુરેન્દ્રનગર બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleJ&K ને રાજ્યનો દરજ્જો પાછો મળશે એ સમય દૂર નથી અને વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી
Next articleBRS નેતા કે. કવિતાને દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા 15 એપ્રિલ, 2024 સુધી CBI ની કસ્ટડીમાં મોકલાયા