રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૩.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૪૭૦.૩૦ સામે ૭૨૬૯૨.૧૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૨૬૦૦.૭૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨૬.૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૭૨૯૯૬.૩૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૦૮૮.૫૫ સામે ૨૨૦૯૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૦૮૧.૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૮.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૫.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૧૯૪.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
બેંક ઓફ જાપાને ૧૭ વર્ષ બાદ નેગેટીવ વ્યાજ દરમાંથી પોઝિટીવ રેટની નીતિ અપનાવતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી બાદ ગત સપ્તાહે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રાખીને ચાલુ વર્ષમાં વ્યાજ દરમાં ત્રણ વખત ઘટાડાની યોજના યથાવત હોવાના સ્પષ્ટ સંકેતે વૈશ્વિક બજારોમાં તેજી સાથે સ્થાનિક સ્તરે પણ સિલેક્ટિવ ખરીદીએ મજબૂતી રહી હતી. ઉપરાંત ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં માર્ચ વલણના અંત અને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નો અંત નજીક હોવાથી અને શેરબજારમાં ૨૮, માર્ચના કેશ સેગ્મેન્ટમાં અંતિમ દિવસ હોવાથી શેરબજારમાં હવે વર્તમાન વર્ષ માટે એક જ ટ્રેડીંગ દિવસ જ રહી ગયા સાથે તાજેતરમાં ઘટી ગયેલા અને ફરી આકર્ષક વેલ્યુએશને મળતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદી કરતાં સેન્ટીમેન્ટ તેજીનું બન્યું હતું.
ફંડોએ બેન્કિંગ શેરોમાં એચડીએફસી બેન્ક, કોટક બેન્ક, એક્સિસ બેન્ક તેમજ ફ્રન્ટલાઈન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સેન લિ., બજાજ ફાઈનાન્સ, ટાઈટન કંપની લિ., ભારતી એરટેલ સાથે ઓટો શેરોમાં મારુતિ સુઝુકી તેમજ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં સેન્સેક્સ, નિફટી આરંભિક ઘટાડો પચાવી પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો દ્વારા કેપિટલ ગુડ્સ, સર્વિસીસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ડસ્ટ્રીયલ્સ, રિયલ્ટી, પાવર, એનર્જી, ઓટો અને કંઝ્યુમર ડિસ્ક્રીશનરી શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી, ટેક, મેટલ, એફએમસીજી, યુટીલીટીઝ અને કોમોડિટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૧૪ અને વધનારની સંખ્યા ૧૫૨૪ રહી હતી, ૧૧૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૩.૬૦%, મારુતી સુઝુકી ઈન્ડિયા ૨.૪૦%, બજાજ ફાઈનાન્સ ૧.૬૩%, ટાઈટન કંપની ૧.૫૨% અને કોટક મહિન્દ્રા બેન્ક ૧.૧૪% વધ્યા હતા, જ્યારે વિપ્રો ૧.૫૭%, એચસીએલ ટેક્નોલોજી ૧.૦૨%, ટીસીએસ ૧.૦૨%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૮૧% અને નેસલે ઈન્ડિયા ૦.૭૯% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૧૫ લાખ કરોડ વધીને ૩૮૩.૬૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૮ કંપનીઓ વધી અને ૧૨ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, હાલમાં વિશ્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતો દેશ બની રહ્યો છે એટલું જ નહીં ચીનના વિકલ્પ તરીકે પણ તે ઊભરી રહ્યો છે. ભારતમાં માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશી રોકાણકારોને પણ સારા રોકાણની તકો પૂરી પાડવા સાનુકૂળ નીતિઓની જાહેરાત થતી રહે છે, આમ છતાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના તાજેતરના આંકડા પ્રમાણે દેશમાં એફડીઆઈ મંદ પડી રહ્યાનું જણાય છે. રમકડાં ઉપરાંત જ્વેલરી, કપડા તથા મસીનરી સહિતના અન્ય કેટલાક ઉદ્યોગની નિકાસ કામગીરી સારી જોવા મળી રહી છે છતાં વિદેશી રોકાણકારો ભારતમાં અપેક્ષા પ્રમાણે રોકાણ કરતા નહીં હોવાનું પ્રાપ્ત આંકડા સૂચવે છે. વેપાર માટે સાનુકૂળ એવી ટેકસ પદ્ધતિ ઊભી કરવાના પ્રયાસો છતાં, ટેકસ જવાબદારીઓ સંબંધિત અનિશ્ચિતતા ચાલુ છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં ભારતનો નેટ એફડીઆઈ ઈન્ફલોઝ ૩૮.૪૦% ઘટી માત્ર ૧૫.૪૦ અબજ ડોલર રહ્યો છે. ૨૫.૫૩ અબજ ડોલરના એફડીઆઈ ઈન્ફલોઝ સામે ૧૦.૧૧ અબજ ડોલરનો આઉટફલોઝ જોવા મળ્યો છે. ગયા નાણાં વર્ષના આ ગાળામાં આ આંક અનુક્રમે ૩૬.૭૫ અબજ ડોલર અને ૧૧.૭૫ અબજ ડોલર રહ્યો હતો. યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન સાથે ભારતે હાલમાં જ ટ્રેડ એન્ડ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કર્યા છે. વેપાર ખાધની સમશ્યાનો સામનો કરી રહેલા ભારતે આ કરાર મારફત આગામી પંદર વર્ષમાં ૧૦૦ અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ આવે તેની તકેદારી લીધી છે. તાજેતરના સમયમાં યુનાઈટેડ આરબ એમિરેટસ તથા ઓસ્ટ્રેલિયા બાદ ભારતનો આ ત્રીજો મોટો મુકત વેપાર કરાર છે. જો કે દેશના જીડીપીની સરખામણીએ નેટ એફડીઆઈનો આંક નીચો જોવા મળી રહ્યો છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
email :- hellonikhilbhatt@gmail.com
The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.