Home દેશ - NATIONAL મહિન્દ્રાએ ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગનો વ્યાપ વધારવા અદાણી સાથે MOU કર્યા

મહિન્દ્રાએ ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગનો વ્યાપ વધારવા અદાણી સાથે MOU કર્યા

31
0

(જી.એન.એસ),તા.૨૨

મુંબઈ,

ભારતના મહત્વાકાંક્ષી આબોહવાના કાર્યના લક્ષ્યો સાથે બંધ બેસતા હરિયાળા, વધુ ટકાઉ ભવિષ્યના નિર્માણના પ્રયાણ તરફ આ સહયોગ એક મહત્વાકાંક્ષી છલાંગ દર્શાવે છે. મહિન્દ્રા અને ATEL વચ્ચે થયેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) સમગ્ર દેશમાં EV ચાર્જિંગના સંગીન વિસ્તુત માળખાની રચના માટે એક કેડી પ્રસ્થાપિત કરે છે. વધુમાં આ ભાગીદારી ગ્રાહકોને વણથંભી ચાર્જીંગ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે શોધ, ઉપલબ્ધતા, નેવિગેશન અને વ્યવહારોને આવરી લેતા ચાર્જિંગ નેટવર્કમાં ઈ-મોબિલિટી સરળ બનાવવા માટે ઉપાયો પણ પ્રસ્તુત કરશે. આ સહયોગ સાથે હવે XUV400 ગ્રાહકોને બ્લુસેન્સ એપ ઉપર 1100 થી વધુ ચાર્જર્સની ઍક્સેસ મળી રહેશે આમ મહિન્દ્રાના EV માલિકો માટે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગની સુવિધા અને પહોંચમાં નોંધપાત્ર વધારો કરશે.

મહીન્દ્રા એન્ડ મહિન્દ્રા લિ.ના ઓટોમોટીવ વિભાગના પ્રેસિડેન્ટ વિજય નાક્રાએ જણાવ્યું હતું કે અદાણી ટોટોલ એનર્જીસ સાથે ભાગીદાર બનતા અમે રોમાંચિત છીએ. EV ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં આ જોડાણ એક નીવ કી ઇંટ છે, અમારા ગ્રાહકોને ચાર્જિંગ નેટવર્કની નિર્વિઘ્ન એક્સેસ અને EVની અકલ્પનીય અનુભૂતિ માટે ડિજિટલ ઈન્ટિગ્રેશનની ખાતરી કરાવનારું છે. પાર્ટનર નેટવર્ક સાથે ગ્રાહકોનો અનુભવ વધારવાની અમારી પ્રતિબદ્ધતા અનુસાર અમે EV ઇકોસિસ્ટમને વિસ્તૃત કરવા, ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવા માટે બહુવિધ ભાગીદારોને સક્રિયપણે ઓન-બોર્ડિંગ કરી રહ્યા છીએ.એમ તેમણે કહ્યું હતું.

અદાણી ટોટલ ગેસ લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ પી મંગલાણીએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વેહિકલના ક્ષેત્રમાં કંપનીના પદાર્પણને વધુ વિસ્તૃત કરવા તરફ આ એક વધુ કદમ છે. ઉર્જા સંક્રમણના એક ભાગ તરીકે EV ટેકનોલોજીને સામેલ કરવા માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે ચાર્જીંગ માળખાનો વ્યાપ વધારવા માટેનો સહયોગ ગ્રાહકોના વિશ્વાસને મજબૂત બનાવશે. ભારતના તેના આબોહવા સંબંધી લક્ષ્યોમાં સહાયરુપ થવા કાર્બનના ઉત્સર્જનને ઘટાડવા આવા સંયુકત પગલાઓ સહાયરુપ થશે. એમ તેમણે ઉમેર્યું હતું. ​મહિન્દ્રા અને ATEL વચ્ચેની આ ભાગીદારી વાહન વ્યવહારને ડીકાર્બોનાઇઝ કરવા અને ઇલેક્ટ્રિક અને ટકાઉ ભવિષ્ય તરફ ગતિ કરવા માટે જરૂરી સહયોગી પ્રયાસોનું COP 26ની પ્રતિબદ્ધતાઓને અનુરૂપ આ પ્રમાણ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફોક્સવેગન ભારતમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી શકે!..
Next articleભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ