Home ગુજરાત ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ

ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ

12
0

શંકરાચાર્ય મઠને અસામાજિક તત્ત્વએ આગ ચાપવાનો પ્રયાસ કર્યો

(જી.એન.એસ),તા.૨૨

ભરૂચ,

લોકસભા ચૂંટણી આવી છે, ત્યારે ચૂંટણીમાં અટકચાળો કરવા માટે અસામાજિકતત્વો પણ ફરતા થઈ ગયા છે. ભરૂચમાં બે કોમ વચ્ચે વૈયમનસ્ય થાય તેવી એક ઘટના બની છે. હિન્દુ સમુદાયના એક મઠને સળગાવવાનો પ્રયાસ કરાયો છે. મોડી રાત્રે એક વ્યક્તિએ મઠ પર જ્વલનશિલ પદાર્થ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ સમય સુચક્તાથી આગ વધારે ફેલાતી અટકાવી દેવામાં આવી હતી. તો મઠ નજીકથી કેટલાક ઉશ્કેરણીજનક લખાણ લખેલા કાગળ પણ મળી આવ્યા છે. લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે ભરૂચના નવાચોકી ઓવાર ખાતે આવેલા શંકરાચાર્ય મઠ પર કોઈ નરાધમે જઘન્ય કૃત્ય કર્યું. એવું કૃત્ય કર્યું કે જેને ક્યારેય માફ કરી શકાય તેમ નથી. શંકરાચાર્યના મઠને આગને હવાલે કરી દેવાનો તેણે પ્રયાસ કર્યો છે.પરંતુ સમય સુચક્તાથી બધુ બચી ગયું. મોડી રાત્રે કાળા કપડા અને માથા પર જાળીવાળી સફેદ ટોપીમાં આવેલો એક નરાધમ મઠ પર જ્વલનશીલ પદાર્થ છાંટે છે. ત્યારપછી પથ્થરના ઘા મઠ પર કરે છે.

એટલું જ નહીં પોતાના થેલામાં રહેલા કેટલાક ઉશ્કેરણીજનક લખાણ લખેલા કાગળ ફેંકે છે. થોડીવાર પછી મઠમાં આગ લગાવીને ફરાર થઈ જાય છે. મઠમાં આગ લગાવવાના આ દ્રશ્યો સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આખરે આ નરાધમ કોણ છે?. કોણ છે આ જઘન્ય કૃત્ય કરનારો? કોણ છે આ અજાણ્યો વ્યક્તિ જેને બે કોમ લડી મરે તેવો ઈરાદો છે?. મોડી રાત્રે લગાવવામાં આવેલી આગને તો બુઝાવી દેવામાં આવી. પરંતુ જ્યારે વહેલી સવારે આ ઘટનાની ખબર વિસ્તારમાં પડી તો મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે પણ સમય સુચક્તા દાખવી ત્વરીત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ખુદ જિલ્લા પોલીસ વડા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પોલીસે શંકરાચાર્ય મઠના મહંતની ફરિયાદ લઈ મઠને આગ લગાવનારા નરાધમને શોધવા માટે ટીમો કામે લગાવી દીધી છે. તો આ ઘટના પછી હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. નર્મદા નદીને કાંઠે આવેલા આસ્થાનું કેન્દ્ર સમાન આ મઠના દુશ્મન કોણ છે?…પોલીસે મઠની તપાસ કરી તો ઉશ્કેરીજનક લખાણ લખેલા કાગળો પણ મળી આવ્યા હતા. જેમાં સર તન સે જુદા જેવા લખાણો લખાયેલા હતા. પોલીસે આ તમામ સાહિત્ય કબજે કરી લીધું છે. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદે આ ઘટનાને વખોડી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનારા નરાધમને જલદી ઝડપી લેવા માંગ કરી છે. 

આ ઘટનાથી અનેક સવાલો થઈ રહ્યા છે. ખાસ પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. ચૂંટણી આવી છે ત્યારે પોલીસનું કોઈ પેટ્રોલિંગ કેમ ન હતું? એક મોટા મઠનું રક્ષણ ન કરી શક્તી પોલીસ સામાન્ય લોકોને સુરક્ષા આપી શકશે?. મઠ પર અગાઉ પણ એટેક થયા છે તો કેમ સુરક્ષા નથી અપાતી?. કેમ પોલીસ હજુ સુધી આરોપીને પકડી શકી નથી?. કેમ રાત્રે આટલી મોટી ઘટના બની છતાં પોલીસ દિવસે આવી?. શું રાત્રે પોલીસના જવાનો સુઈ રહ્યા હતા?. પોલીસની સામે તો સવાલો છે જ. પરંતુ આ કૃત્ય કરીને આરોપીએ બહુ મોટી ભૂલ કરી હોય તેમ લાગી રહ્યું છે. અપરાધીએ કેમ કોઈ ધાર્મિકસ્થળને નિશાન બનાવ્યું?, શું આરોપીનો ઈરાદો બહુ મોટો હતો?. આરોપી કોઈ સામાન્ય વ્યક્તિ છે કે પછી મોટો આતંકી?. આરોપીના તાર ભરૂચ કે પછી પાકિસ્તાન સાથે જોડાયેલા છે?. જાણીજોઈને આ કૃત્ય કરાયું કે પછી કોઈ ચાલ હતી?. જો આ વ્યક્તિ મુસ્લિમ છે તો મુસ્લિમ સમાજના સારા લોકો તેનો વિરોધ કરશે?. આવા લોકોથી સમગ્ર સમાજ બદનામ થાય છે તો તેનો ખુલ્લીને વિરોધ કરશે?. આવા તો અનેક પ્રશ્નો છે જેનો જવાબ જનતા ઝંખી રહી છે. જોવાનું રહેશે કે પોલીસ આરોપીને પકડી ક્યારે જેલમાં ધકેલે છે?. આ ઘટનામાં પોલીસે કેટલી ઉંડાઈ સુધી પહોંચી શકે છે?.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહિન્દ્રાએ ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગનો વ્યાપ વધારવા અદાણી સાથે MOU કર્યા
Next articleરેરાએ ગ્રાહકની તરફેણમાં મહત્વનો ચુકાદો આપ્યો