રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૩.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૬૬૭.૯૬ સામે ૭૩૯૯૩.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૨૫૧૫.૭૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૫૩૭.૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૦૬.૦૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૨૭૬૧.૮૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૪૪૭.૦૫ સામે ૨૨૫૦૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૦૨૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૯૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૭૦.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૦૭૬.૪૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ પ્રથમ સ્મોલ કેપ શેરો મામલે મ્યુચ્યુઅલ ફંડોને આકરી સૂચના બાદ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસીઝ (એસએમઈ) મામલે એસએમઈ આઈપીઓમાં થઈ રહેલા કથિત મેનીપ્યુલેશન મુદ્દે સખ્ત વલણ અપનાવતાં ઓપરેટરો, ફંડોનું આજે એસએમઈ શેરો, સ્મોલ, મિડ કેપ શેરોમાં હેમરીંગ ચાલુ રહેતાં આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. બીએસઈ એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સ બુધવારે વધુ ૨૯૨૩.૯૩ પોઈન્ટ એટલે કે ૫.૫૩% તૂટીને ૪૯૯૪૦.૫૦ના તળીયે આવી ગયો હતો. જે મંગળવારે ૨૫૮૯.૪૮ પોઈન્ટ અને સોમવારે ૧૮૭૮.૩૩ પોઈન્ટ તૂટયો હતો. આમ ત્રણ દિવસમાં એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સમાં અંદાજીત ૧૪.૮% એટલે કે ૭૩૯૧.૭૪ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો.
બેન્કિંગ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક બેન્ક, એચડીએફસી બેન્ક તેમજ આઈટીસી લિ., બજાજ ફાઈનાન્સ શેરોમાં તેજી સામે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીસી લિ., લાર્સેન લિ., પાવર ગ્રીડ કોર્પોરેશન, ભારતી એરટેલ, ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ હેવીવેઇટ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે આજે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અંદાજીત ૯૦૦ પોઈન્ટ ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૪.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૫.૧૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, પાવર, મેટલ, સર્વિસીસ, ટેલિકોમ્યુનિકેશન, રિયલ્ટી, ઓઈલ એન્ડ ગેસ અને એનર્જી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૫૧૬ અને વધનારની સંખ્યા ૪૦૦ રહી હતી, ૬૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧૩.૫૪ લાખ કરોડ ઘટીને ૩૭૨.૧૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૫ કંપનીઓ વધી અને ૨૫ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતીય શેરબજાર વિક્રમી તેજીના દોર બાદ હવે કોન્સોલિડેશન થતું જોવાઈ રહ્યું છે. શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ ગત સપ્તાહે ઐતિહાસિક ઉંચાઈ બાદ ‘જૈસે થે’ની સ્થિતિમાં ઉછાળો ધોવાતો જોવાયો છે. દરેક ઉછાળે સાવચેતી જોવાઈ રહી છે. સેન્સેક્સ સપ્તાહની શરૂઆતમાં બીએસઈ સેન્સેકસે ૭૪૦૦૦ની સપાટી કુદાવી આજે વધ્યા મથાળેથી ઝડપી પીછેહઠ બતાવી છે.
ઓવરવેલ્યુએશનના વધતાં જોખમ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આઈપીઓ ફાઈનાન્સિંગ, શેરો, ડિબેન્ચરો સામે લોન પર કંપનીઓ સામે અંકુશાત્મક પગલાં અને મૂડી બજાર નિયામક તંત્ર સેબીના એસએમઈ આઈપીઓમાં થઈ રહેલા કથિત મેનીપ્યુલેશન મુદ્દે સખ્ત વલણ સાથે મ્યુચ્યુઅલ ફંડોને સ્મોલ કેપ ફંડો મામલે રોકાણકારોને જોખમો વિશે વધુ માહિતી પૂરી પાડવાની કરેલી તાકીદે સ્મોલ, મીડ કેપ શેરોમાં ખેલંદાઓ ઓપરેટરો અને ફંડોએ ભારે વેચવાલી કરી છે. ઉપરાંત ૭૦% સ્મોલ કેપ શેરો ઓવરવેલ્યુઅડ હોવાથી આગામી દિવસોમાં હજુ સ્મોલ કેપ શેરોમાં અનિવાર્ય કરેકશન આવી શકે છે. આ સાથે વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન સતત ઝળુંબી રહ્યું છે ત્યારે સ્થાનિક સ્તરે લોકસભા ચૂંટણીની પૂર્વે ઇન્ડિયા – ચીન એલએસી પર ટેન્શનના અહેવાલોએ બજારો ડામાડોળ થઈ શકે છે. તેથી અગામી દિવસમાં દરેક ઉછાળે સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.