રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૩.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૦૮૫.૯૯ સામે ૭૪૨૪૨.૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૯૨૧.૪૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૩.૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૧૧૯.૩૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૫૯૩.૦૫ સામે ૨૨૬૦૨.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૫૨૬.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૩.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૫.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૫૩૮.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા રોકાણકારોના હિત રક્ષણ માટે મ્યુચ્યુઅલ ફંડોના સ્મોલ કેપ ફંડોના એસેટ મેનેજરોને તેમના રોકાણકારોને જોખમો વિશે જાણકારી આપવા તાકીદ બાદ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ ખાતેદારો – રોકાણકારોના હિત રક્ષણ કાજે નિયમોનું ઉલ્લંઘન કરતી ફાઈનાન્સ કંપનીઓ સામે પગલાં લેવાની શરૂઆત કરતાં આ પગલાંની અસર સામે આજે સપ્તાહના ચોથા અને અંતિમ ટ્રેડીંગ દિવસે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં વેચવાલી બાદ નીચા મથાળે નવી લેવાલી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદીએ બીએસઈ સેન્સેક્સે ૭૪૨૪૫.૧૭ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૨૨૬૧૯.૯૦ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.
આવતી કાલે શુક્રવારે મહાશિવરાત્રિ નિમિતે હોલી-ડે વચ્ચે આજે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી સાથે લોકસભાની ચૂંટણી બાદ હાલની જ સરકાર પ્રસ્થાપિત થવાના અહેવાલને પગલે રોકાણકારોનું માનસ પણ પોઝિટિવ રહેતા સ્થાનિક ફંડો તેમજ રોકાણકારો દ્વારા સ્મોલકેપ, મીડકેપ શેરોમાં લેવાલી જોવા મળી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો, બેન્કેકસ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૨૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૯૧ અને વધનારની સંખ્યા ૨૧૧૪ રહી હતી, ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતીય શેરબજારમાં સતત તેજીને કારણે અનેક નાનામોટા રોકાણકારો શેરબજાર તરફ આકર્ષાઈ રહ્યા છે. સમાપ્ત થયેલા ફેબ્રુઆરીમાં સતત ત્રીજા મહિને ડીમેટ ખાતાની એકંદર સંખ્યામાં ૪૦ લાખથી વધુનો ઉમેરો થયો હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. ગત મહિને ૪૩.૫૦ લાખ નવા ડીમેટ ખાતા ખોલાયા હતા જેને પરિણામે ડીમેટ ખાતાની કુલ સંખ્યા ૧૪.૮૩ કરોડના આંકને આંબીને ૧૫ કરોડની નજીક પહોંચી ગઈ છે. આ અગાઉ ડીસેમ્બર માસમાં ૪૦.૯૦ લાખ તથા જાન્યુઆરી માસમાં ૪૬.૮૦ લાખ નવા ખાતા ખોલાયા હતા. સેકન્ડરી બજાર ઉપરાંત પ્રાઈમરી માર્કેટમાં પણ મોટી સંખ્યાના જાહેર ભરણાંને કારણે ડીમેટ ખાતામાં વધારો જોવા મળી રહ્યો છે.
ઊંચા મૂલ્યાંકનો ખાસ કરીને મિડકેપ્સ તથા સ્મોલકેપ્સમાં ભારે વોલેટિલિટી છતાં મોટી સંખ્યાના રોકાણકારો બજારમાં પ્રવેશી રહ્યા છે. શેરબજારમાં સીધા રોકાણ ઉપરાંત એસઆઈપી મારફત પણ રોકાણમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશના શેરબજારો હાલમાં તેમની ઓલટાઈમ હાઈ સપાટીએ વેપાર થઈ રહ્યા છે અને લોકસભાની ચૂંટણી બાદ હાલની જ સરકાર પ્રસ્થાપિત થવાની શકયતાને પગલે રોકાણકારોનું માનસ પણ પ્રોત્સાહક જોવા મળી રહ્યું છે. ઉપરાંત આગામી નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૮૦% રહેવાની ધારણાં સાથે ક્રિસિલે પોતાના ઈન્ડિયા આઉટલુક રિપોર્ટમાં વર્ષ ૨૦૩૧ સુધીમાં ભારત ત્રીજું મોટું અર્થતંત્ર બનવાની શકયતા છે વ્યક્ત કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.