રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૩.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૬૭૭.૧૩ સામે ૭૩૫૮૭.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૩૨૧.૪૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૨૯.૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૦૮.૮૬ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૦૮૫.૯૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૪૩૩.૨૫ સામે ૨૨૩૯૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૩૨૨.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૩.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૮.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૬૦૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યુ છે, ત્યારે અર્થતંત્રની તેજ રફ્તારની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર હાલ દરરોજ નવી ઐતિહાસિક સપાટી નોંધાવી રહ્યું છે અને લોકસભાની ચૂંટણી બાદ હાલની જ સરકાર પ્રસ્થાપિત થવાના અહેવાલને પગલે રોકાણકારોનું માનસ પણ પોઝિટિવ રહેતા સ્થાનિક ફંડો તેમજ રોકાણકારો દ્વારા અવિરત ખરીદી ચાલુ રહેતા આજે સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદી સાથે નીચા મથાળે નવી લેવાલી નોંધાતા બીએસઈ સેન્સેક્સે ૭૪૧૫૧.૨૭ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૨૨૬૦૫.૦૦ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.
ફંડોએ બેન્કિંગ શેરોમાં એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક બેન્ક તેમજ આઇટી ટેક શેરોમાં ટીસીએસ લિ., ઇન્ફોસિસ લિ. તેમજ ફ્રન્ટલાઈન શેરોમાં ભારતી એરટેલ, લાર્સેન લિ. સન ફાર્મા, મહિન્દ્રા & મહિન્દ્રા તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં સેન્સેક્સ, નિફટી આરંભિક ઘટાડો પચાવી પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ બેન્કેક્સ, ટેક, આઈટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓટો, એફએમસીજી અને ફાઈનાન્શિયલ સર્વિસીસ શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૯૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સર્વિસીસ, રિયલ્ટી, પાવર, ઓઈલ એન્ડ ગેસ, યુટિલિટીઝ, ઈન્ડસ્ટ્રીયલ્સ, એનર્જી, ટેલિકોમ્યુનિકેશન, કોમોડિટીઝ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, કેપિટલ ગુડ્સ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૫૪ અને વધનારની સંખ્યા ૯૦૪ રહી હતી, ૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં કોટક મહિન્દ્રા બેન્ક ૨.૪૭%, એક્સિસ બેન્ક ૨.૨૮%, ભારતી એરટેલ ૨.૧૫%, સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૧.૮૭% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૫૩% વધ્યા હતા, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૧%, એનટીપીસી ૧.૭૯%, મારુતી સુઝુકી ઈન્ડિયા ૦.૮૨%, જેએસડબલ્યૂ સ્ટીલ ૦.૭૮% અને ટાટા મોટર્સ ૦.૪૩% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૬૭ લાખ કરોડ ઘટીને ૩૯૧.૨૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૯ કંપનીઓ વધી અને ૧૧ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, દેશના શેરબજારોમાં મિડ-કેપ તથા સ્મોલ-કેપ શેરોમાં વ્યાપક તેજીને પરિણામે માર્કેટ કેપમાં ઝડપી વધારો થયો છે. દેશના શેરબજારમાં ચાલી રહેલી અવિરત તેજીને પરિણામે રોકાણકારોની સંપતિમાં માત્ર આઠ મહિનાના સમયગાળામાં અંદાજીત રૂ.૧૦૦ લાખ કરોડનો વધારો થવાની તૈયારીમાં છે. પાંચમી જુલાઈ ૨૦૨૩ના રૂ.૩૦૦ લાખ કરોડનો આંક પાર કર્યા બાદ બીએસઈ લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ હાલમાં અંદાજીત રૂ.૪૦૦ લાખ કરોડની નજીક પહોંચી ગઈ છે. બીએસઈ લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ મંગળવારે રૂ.૩૯૩ લાખ કરોડની નજીક રહી હતી.
શેરોના નવા લિસ્ટિંગ ઉપરાંત અગાઉથી લિસ્ટેડ શેરોના ભાવમાં જોવાયેલા સુધારાને પરિણામે માર્કેટ કેપમાં પણ વધારો થયો છે. બીએસઈ લિસ્ટેડ શેરોની રૂ.૫૦ લાખ કરોડની માર્કેટ કેપ સૌપ્રથમ ૨૦૦૭માં જોવા મળી હતી ત્યારબાદ તેમાં તબક્કાવાર વધારો થતો જોવા મળ્યો છે. રૂ.૨૦૦ લાખ કરોડની માર્કેટ કેપ ફેબ્રુઆરી, ૨૦૨૧માં જોવા મળી હતી. ભારતીય શેરબજાર હાલમાં ભલે તેજીના માહોલમાં હોય પરંતુ ખાસ કરીને મિડ-કેપ્સ તથા સ્મોલ-કેપ્સમાં ઓવરવેલ્યુએશન ચિંતાનો વિષય કહી શકાય એમ છે તેથી દરેક ઉછાળે સાવચેતી યથાવત રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.