Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર ખાતે વસ્તી ગણતરી નિયામક કચેરીના સુપરવાઈઝરો માટેસેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ અંતર્ગત મરણ...

ગાંધીનગર ખાતે વસ્તી ગણતરી નિયામક કચેરીના સુપરવાઈઝરો માટેસેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ અંતર્ગત મરણ સમયના લક્ષણો-કારણોની માહિતી એકત્રિત કરવા મૌખિક શબ પરીક્ષણ તાલીમ યોજાઈ

67
0

(G.N.S) dt. 6

ગાંધીનગર,

વસ્તી ગણતરી નિયામક કચેરીના સુપરવાઈઝરો માટે ગાંધીનગર ખાતે સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) અંતર્ગત મરણ સમયના લક્ષણો અને કારણોની માહિતી એકત્રિત કરવા અંગેનો મૌખિક શબ પરીક્ષણ (Verbal Autopsy) કરવાની પદ્ધતિ અંગે બે દિવસીય તાલીમનો પ્રારંભ થયો હતો. ક્ષેત્રીય કામગીરી કરનાર સુપરવાઈઝરો દ્વારા મૃત્યુના ચોક્કસ કારણો અને લક્ષણોની માહિતી એકત્ર કરવાની કુશળતામાં સુધારો કરવાના હેતુસર વસ્તી ગણતરીની નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા આ તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમનું ઉદઘાટન વસ્તી ગણતરીની કચેરીના નિયામક શ્રીમતી આર્દ્રા અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

તાલીમના પ્રથમ દિવસે વસ્તી ગણતરી નિયામકની કચેરીના ક્ષેત્રીય કચેરીના ક્ષેત્રીય કામગીરી કરનાર ૮૦ સુપરવાઈઝરો ઉપસ્થિત રહ્યા હતા. એઇમ્સ, (AIIMS) નેટવર્ક ભાગીદારોના તજજ્ઞ ડોક્ટર્સ દ્વારા વ્યક્તિના મરણ સમયના લક્ષણો અને કારણોની મૌખિક શબ પરીક્ષણ (Verbal Autopsy) દ્વારા માહિતી એકત્રિત કરવા અંગેની ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવી હતી.

ગુજરાત રાજયના પસંદ કરેલા ૪૭૬ ગ્રામીણ-શહેરી બ્લૉકોમા નમૂના નોંધણી પદ્ધતિ (SRS) હેઠળ વ્યક્તિના મરણ સમયના લક્ષણો અને કારણોની વિસ્તૃત માહિતી વસ્તી ગણતરી કચેરીના ક્ષેત્રીય કામગીરી કરનાર સુપરવાઈઝરો દ્વારા આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબના નિર્ધારિત પ્રારૂપમાં એકત્રિત કરવામાં આવે છે. નિર્ધારિત પ્રારૂપમાં એકત્રિત કરેલ માહિતી એઇમ્સ, (AIIMS) – નવી દિલ્હી ખાતે મોકલી આપવામાં આવે છે તેઓ મૌખિક શબ પરીક્ષણ દ્વારા એકત્રિત કરાયેલી માહિતીનું વિશ્લેષણ કરે છે અને આવશ્યકતા અનુસાર નવા સંશોધનો કરે છે. આ ઉપરાંત વર્તમાનમાં નવા જોવા મળેલા મૃત્યુના કારણો-લક્ષણોનું પણ વિશ્લેષણના આધારે સંશોધન કરે છે.

આ તાલીમમાં વિશેષ આમંત્રિત તરીકે આરોગ્ય કમિશનર કાર્યાલયના અધિક નિયામક શ્રી હિતેન પારેખ, વસ્તી ગણતરી કચેરીના સંયુક્ત નિયામક શ્રી રાજેશ એન. માલવિયા ઉપસ્થિત રહ્યા હતા. બી જે મેડિકલ કોલેજ, અમદાવાદ અને પી ડી યુ મેડિકલ કોલેજ, રાજકોટ, એઇમ્સ, (AIIMS) નવી દિલ્હીના નેજા હેઠળ નેટવર્ક ભાગીદારોના તજજ્ઞ ડોક્ટર્સ ડૉ. રાજકુમાર મહાજન અને ડૉ. નીલેશ ફીચડીયા દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં વસ્તી ગણતરી નિયામકની કચેરીના નાયબ નિયામક શ્રી સંતોષ મિશ્રા તથા શ્રીમતી સંચિતા સરકાર, તથા સહાયક નિયામક શ્રી દીપક ચૌધરી, શ્રીમતી નીલિમા ચૌરસિયા, શ્રી મનોજ ભગોરા, અને શ્રી મંગેશ કુંભારે ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં મહિલાઓને રૂ. 250 કરોડથી વધુની સહાયનું વિતરણ ‘નારી શક્તિ વંદના’ નો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં યોજાયો
Next articleમોરબી ખાતે નિર્માણાધિન ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની પ્રત્યક્ષ મુલાકાત લેતા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા