Home ગુજરાત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં મહિલાઓને રૂ. 250...

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં મહિલાઓને રૂ. 250 કરોડથી વધુની સહાયનું વિતરણ ‘નારી શક્તિ વંદના’ નો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં યોજાયો

47
0

(G.N.S) Dt. 6

ગાંધીનગર,

દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં મહિલાઓને રૂ. 250 કરોડથી વધુની સહાયનું વિતરણ ‘નારી શક્તિ વંદના’ નો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં યોજાયો.

જે અંતર્ગત મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ગાંધીનગર ઉત્તર વિધાનસભાના કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમ, સેકટર-12 ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં મહિલાઓ શિક્ષણ, આર્થિક, આરોગ્ય, રાજકીય તેમજ તમામ ક્ષેત્રે પ્રગતિ કરી રહી છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં મહિલાઓનું આર્થિક સશક્તિકરણ ‘નારીશક્તિ વંદના’ કાર્યક્રમથી સુનિશ્ચિત થશે.

આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ શ્રી રુચીરભાઈ ભટ્ટ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, પક્ષના નેતાશ્રી પારુલબેન ઠાકોર, કાઉન્સિલરશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રી અશોકભાઈ પટેલ, મહામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ડેપ્યુટી કમિશનરશ્રી, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article8 માર્ચ 2024 ના રોજ મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે ગાંધીનગરની તમામ નોનવેજ ઈંડાની તમામ લારીઓ, દુકાનો તેમજ કતલખાનાઓ બંધ રખાવવા GMC ના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા એ ગાંધીનગરના કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને સૂચન કર્યું
Next articleગાંધીનગર ખાતે વસ્તી ગણતરી નિયામક કચેરીના સુપરવાઈઝરો માટેસેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ અંતર્ગત મરણ સમયના લક્ષણો-કારણોની માહિતી એકત્રિત કરવા મૌખિક શબ પરીક્ષણ તાલીમ યોજાઈ