રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૩.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૮૦૬.૧૫ સામે ૭૩૯૦૩.૦૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૭૪૭.૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૩.૧૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૬.૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩૮૭૨.૨૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૫૦૨.૦૦ સામે ૨૨૫૧૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૪૬૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૮.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૫૦૦.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતના જીડીપી વૃદ્વિના આંક આશ્ચર્યજનક રીતે વધીને ૮.૪% જાહેર થતાં અને ઔદ્યોગિક વિકાસને વેગ સહિતના પોઝિટીવ સમાચાર સાથે અમેરિકાના ફુગાવાના આંક વધીને આવ્યા છતાં આ પરિબળને ડિસ્કાઉન્ટ કરી વ્યાજ દરમાં ઘટાડાની શકયતા વધતાં અમેરિકી શેરબજાર પાછળ આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં પણ બે તરફી અફડાતફડી ચાલના અંતે ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એનટીપીસી લિ., પાવર ગ્રીડ, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ અને એચડીએફસી બેન્ક સાથે બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્ર અને બજાજ ફાઈનાન્સની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં ભારતીય શેરબજાર પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, પાવર અને યુટિલિટીઝ શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૬% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઇટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ટેક, કોમોડીટીઝ, એફએમસીજી, કંઝ્યુમર ડ્રિસ્કિશનરી, ઓટો, સર્વિસિસ અને ઇન્ડસ્ટ્રીયલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૨૫ અને વધનારની સંખ્યા ૧૪૨૬ રહી હતી, ૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એનટીપીસી ૩.૫૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૬૩%, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧.૦૩%, એક્સિસ બેન્ક ૦.૯૦% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૭૭% વધ્યા હતા, જ્યારે જેએસડબલ્યૂ સ્ટીલ ૨.૪૯%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૭૫%, ટાટા સ્ટીલ ૧.૩૨%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૩૨% અને ઈન્ફોસિસ ૧.૦૫% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સમાં ઉછાળા સાથે મીડકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૫૩ લાખ કરોડ વધીને ૩૯૩.૭૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૫ કંપનીઓ વધી અને ૧૫ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, જાન્યુઆરી તથા ફેબ્રુઆરીનો ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ઊંચી જોવા મળી રહી હોવાનું જોતા વર્તમાન નાણાં વર્ષના અંતિમ ત્રિમાસિકના જીડીપી આંક પણ પ્રોત્સાહક આવવાની આશા રાખવામાં આવી રહી છે. વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસના આંક પ્રોત્સાહક રહ્યા બાદ આગામી નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરને લઈને રેટિંગ એજન્સીઓ તથા ઈકોનોમિસ્ટો આશાસ્પદ બન્યા છે અને પોતાના અંદાજો વધારી રહ્યા છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં આગામી નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ૮% મુકાયો છે. દેશમાં ખાનગી ઈન્વેસ્ટમેન્ટસમાં વધારો તથા ઉપભોગ માગ ઊંચી રહેવાની ધારણાંએ બેન્ક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટે જીડીપી અંદાજ વધારી ૭.૮૦% કર્યો છે જે અગાઉ ૬.૮૦% મુકાયો હતો.
સિટી બેન્કે પણ પોતાનો અંદાજ ૬.૫૦%થી વધારી ૬.૮૦% કર્યો છે. રિઝર્વ બેન્ક આગામી બેઠકમાં રેપો રેટમાં વધારો નહીં કરે તેવી શકયતા સાથે પ્રમાણમાં ઊંચા વ્યાજ દર વચ્ચે પણ વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાનો આર્થિક વિકાસ દર ૮.૪૦% સાથે અપેક્ષા કરતા વધુ આવતા આશ્ચર્ય થયું છે. જો કે દેશમાં ફુગાવો ખાસ કરીને ખાધાખોરાકીનો ફુગાવો હજુપણ પણ ઊંચો જોવા મળી રહ્યો છે તેથી બ્રોકરેજ હાઉસે દેશ સામે બહારી જોખમો અને કેટલાક રાજકોષિય પડકારો ચાલુ રહેવાની ધારણાં મૂકીને આગામી નાણાં વર્ષનો આર્થિક વિકાસ દર ૬%ની નીચે રહેવાની ધારણાં મૂકી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.