(જી.એન.એસ)
અમદાવાદ,
ગુજરાતી ફિલ્મોમાં છેલ્લા કેટલાક વર્ષોથી આવતા પરિવર્તનો પ્રેક્ષકોને સિનેમાઘરો સુધી લાવવામાં સફળ રહ્યા છે. નવા વિષયો, વાર્તા કહેવાની પધ્ધતિમાં ફેરફાર અને નવી ટેકનોલોજીનો સમન્વય નવી ગુજરાતી ફિલ્મોને રુચિકર બનાવે છે. સામાન્ય ગુજરાતી પરિવારોને સ્પર્શતી હળવી વાર્તાઓની ફિલ્મોનાં દર્શકો તણાવથી ત્રસ્ત જીવનશૈલીને કારણે વધી રહ્યાં છે.
આવી જ એક ગુજરાતી ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમ સિનેમાઘરોમાં આવી છે. પરિવારનાં સભ્યોની એક બીજા સાથેની સંવેદના અને મતભેદોને પોતાની આગવી શૈલીમાં લેખક અને નિર્માતા ડો. ધવલ પટેલ, દિગ્દર્શક પ્રીતે ખૂબ સુંદર રીતે પાત્રો સાથે ગોઠવ્યા છે. હળવું હાસ્ય, પરિવારની લાગણીઓ, પોતાનામાં પરિવાર અને પરિવારમાં પોતાને શોધવાનો વિચાર યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યો છે જે દર્શકોને સામાજિક ફિલ્મ હોવા છતાં પકડી રાખે છે.
ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મલ્હાર ઠાકરે વિષય અનુરૂપ પોતાના પાત્રને એકદમ બીબાઢાળ અભિનયથી થોડોક દૂર રાખી ન્યાય આપ્યો છે સાથે અભિનેત્રી યુક્તિ રાંદેરિયા પોતાના પાત્રને સ્ક્રીન પર જીવંત રાખવામાં સફળતા મેળવી છે. આખી ફિલ્મ જેમનાં ખભા પર ચાલી રહી છે તેવા અનુભવી કલાકારો અર્ચન ત્રિવેદી અને વંદના પાઠકે દર્શકોને સતત પોતાની વાર્તા હોવાનો અનુભવ કરાવ્યો છે. સિધ્ધાર્થ અમીત ભાવસારે સંગીત પણ વાર્તા અનુસાર આપ્યું છે જે ફિલ્મને વધુ હળવાશ આપે છે.
પ્રસિધ્ધ ફિલ્મ નિર્માતા નિર્દેશક મનમોહન દેસાઈના અભિગમ મુજબ ફિલ્મ સારી હોય અથવા ખરાબ હોય. રેટિંગ કે નંબર ફિલ્મનું ભવિષ્ય નક્કી કરે તે યોગ્ય નથી તે ન્યાયે આ પારીવારીક ફિલ્મ સારી ફિલ્મોની હરોળમાં આગળ આવે છે તેને જોવા માટે ટિકિટ ખરીદવી એ નુકશાનીનો સોદો તો બિલકુલ છે જ નઈ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.