Home ગુજરાત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023 ની વૈશ્વિક સ્તરે...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023 ની વૈશ્વિક સ્તરે “આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ” તરીકે ઉજવણી

25
0

(જી.એન.એસ),તા.૦૧

ગાંધીનગર,

દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023 ની વૈશ્વિક સ્તરે “આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ” તરીકે ઉજવણી કરી. જેના ભાગરૂપે આજરોજ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ- ગુજરાત સરકાર દ્વારા મહાનગરપાલિકા કક્ષાના “મીલેટ મહોત્સવ”નું ઓપન એર થિયેટર, સેકટર-16, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું. જેનું ઉદ્ઘાટન મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ કર્યું.

આ અવસરે મેયરશ્રી એ ફાર્મ ટુ ફોર્ક થીમ પેવેલીયન, મિલેટસ બેઈઝ ફૂડ પ્રોડક્ટ્સ, રેડી ટુ કુક અને રેડી ટુ ઈટ મિલેટ્સ પ્રોડક્ટ્સ અને મિલેટની અવનવી વાનગીઓના લાઈવ ફૂડ કાઉન્ટરનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, પદાધિકારીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, હોદેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપરિસ્થિતિઓ સામે જીત મેળવતી સંયુક્ત કુટુંબની સફળતા દર્શાવતી ગુજરાતી ફિલ્મ ” વેનીલા આઈસ્ક્રીમ ” સિનેમાઘરોમાં..
Next articleઆર્મી નેવી કે એરફોર્સમાં પાંચ વર્ષ નોકરી કરી હોય તો માજી સૈનિકનો દરજ્જો આપવો:- ગુજરાત હાઈકોર્ટ