રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૭૯૦.૧૩ સામે ૭૨૭૨૩.૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૨૬૬૦.૧૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૦૧.૧૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૫.૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩૦૯૫.૨૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૧૪૧.૬૫ સામે ૨૨૧૨૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૦૯૫.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૪.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૪.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૧૯૬.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદીએ આજે આરંભિક બે તરફી અફડા-તફડી બાદ અંતે ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ફંડોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી સામે ફ્રન્ટલાઈન રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેક, કેપિટલ ગુડ્સ અને આઈટી સાથે ઓટો શેરોમાં ટાટા મોટર્સ તેમજ ટીસીએસ લિ. લાર્સેન લિ. ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને મહિન્દ્રા & મહિન્દ્રાની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં સેન્સેક્સ, નિફટી આરંભિક ઘટાડો પચાવી પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી સામે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ લાર્જકેપ તેમજ રોકડાના શેરોમાં ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેક, કેપિટલ ગુડ્સ, આઈટી, ઓટો, ઈન્ડસ્ટ્રીયલ્સ, હેલ્થકેર, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, મેટલ, પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૦૧ અને વધનારની સંખ્યા ૧૫૩૬ રહી હતી, ૯૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા મોટર્સ ૨.૭૮%, ટીસીએસ ૨.૫૬%, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૭૮%, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૧.૬૫% અને ભારતી એરટેલ ૧.૫૪% વધ્યા હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ ૧.૨૯%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૨૩%, બજાજ ફિનસર્વ ૦.૭૭%, એક્સિસ બેન્ક ૦.૫૫% અને એનટીપીસી ૦.૪૬% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૦૩ લાખ કરોડ ઘટીને ૩૯૧.૯૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૧૯ કંપનીઓ વધી અને ૧૧ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, યુ.એસ. ફેડરલ રિઝર્વ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની તાજેતરની મીટિંગોની મીનિટ્સમાં ફરી ફુગાવાના પરિબળને ધ્યાનમાં લઈને વ્યાજ દરમાં ટૂંકાથી મધ્યમગાળામાં ઘટડાની શકયતા નહીં હોવાના અપાયેલા સ્પષ્ટ સંકેત છતાં વૈશ્વિક મોરચે આઈટી ચીપ મેન્યુફેકચરીંગ જાયન્ટ એનવિડીયા કોર્પ.ના પરિણામ અને એઆઈના નવા યુગમાં કંપનીના મજબૂત બિઝનેસ આઉટલૂકે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં બે-તરફી અફડાતફડીના અંતે વિક્રમી તેજીના દોરને આગળ વધાર્યો છે. અલબત બજારનું સેન્ટીમેન્ટ પોઝિટીવ રહેવા છતાં તેજીના બજારમાં સહભાગી થતાં શેરો-સ્ક્રિપોની સંખ્યા ઓછી થવા લાગી છે, જે સ્પષ્ટ બતાવે છે કે ફંડો, ઈન્વેસ્ટરો શેરોની પસંદગીમાં સાવચેત બન્યા છે.
ઘણા શેરો ઓવરવેલ્યુએશને ટ્રેડ થઈ રહ્યા હોવાથી આ શેરોમાં એક તરફ નફો બુક થતો જોવાઈ રહ્યો છે. જ્યારે અન્ય પસંદગીના હજુ આકર્ષક વેલ્યુએશને મળતાં શેરોમાં ફંડોનું રોકાણ આકર્ષણ જોવાઈ રહ્યું છે. વૈશ્વિક મોરચે ચાઈના તેના અર્થતંત્ર અને બજારોમાં સ્થિરતા લાવવા યેનકેન પ્રકારે પગલાં લઈ પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ હજુ વિશ્વાસની કટોકટીએ વૈશ્વિક ફંડો જાપાન અને યુરોપના બજારો તરફ ફંટાતાં જોવાયા છે. અમેરિકામાં બેરોજગારીના દાવા ઘટી રહ્યા હોઈ ફંડો અમેરિકી બજારોમાં પણ તેજીમાં રહ્યા છે. આગામી સપ્તાહમાં સતત વૈશ્વિક બજારો પર નજર અને ભારતમાં લોકસભા ચૂંટણીની તૈયારી વચ્ચે બજાર કોન્સોલિડેશન સાથે બે-તરફી અફડાતફડી બતાવે એવી પૂરી શકયતા છે જેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.