રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૬૨૩.૦૯ સામે ૭૨૬૭૭.૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૨૦૮૧.૩૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૭૫.૦૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૩૫.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩૧૫૮.૨૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૦૭૦.૧૫ સામે ૨૨૧૧૯.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૯૪૩.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૬.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૯.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૨૬૯.૮૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મોરચે ચાઈનાને આર્થિક સંકટમાંથી ઊગારવા સરકારના સઘન પગલાં પૈકી ચાઈનીઝ રેગ્યુલેટરી ઓથોરિટીએ માર્કેટ શરૂ થયાના પ્રથમ ૩૦ મીનિટ અને બંધ થતાં પૂર્વેને ૩૦ મીનિટ સંસ્થાકીય રોકાણકારોના નેટ સેલ પર પ્રતિબંધ મૂકવાનું જાહેર કરતાં ચાઈનીઝ શેર બજારોમાં સપ્તાહની રેકોર્ડ તેજી તેમજ સ્થાનિક સ્તરે સ્મોલ, મિડ કેપ શેરો ઓવરવેલ્યુઅડ હોવાથી અને માર્ચ એન્ડિંગ પૂર્વે બુધવારે ફંડો, રોકાણકારોએ તેજીનો વેપાર હળવો કર્યા બાદ આજે સપ્તાહના ચોથા દિવસે લોકસભા ચૂંટણીની તૈયારી પૂર્વે મોદી સરકાર ફરી પુન:સત્તા પર આવવાના મક્કમ વિશ્વાસ સાથે દેશના સર્વાંગી વિકાસ અને રાજકોષીય શિસ્તને પ્રાધાન્ય આપી પોલીસીમાં સ્થિરતા લાવવા સરકારના મક્કમ સંકેત અને ત્રિમાસિક પરિણામોમાં જાહેર કરી ચૂકેલી ૩૩૪૦ લિસ્ટેડ કંપનીઓના સંયુકત નેટ પ્રોફિટમાં અંદાજીત ૨૪.૭૦% વધારો થયાની પોઝિટીવ અસરે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.
ભારતીય શેરબજારમાં ઓટો, આઇટી – ટેક, કેપિટલ ગુડ્સ ફ્રન્ટલાઈન શેરો સાથે ઇન્ડસ્ટ્રીયલ, પાવર, ટેલિકોમ્યુનિકેશન હેવીવેઈટ શેરોમાં તેજીના સથવારે આજે ઇન્ડેક્સ બેઝડ બજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ફંડોએ ટીસીએસ લિ., આઇટીસી લિ., રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ઇન્ફોસિસ લિ. સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક તેમજ ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેરોમાં આકર્ષણે બીએસઈ સેન્સેકસે ફરી ૭૩૦૦૦ પોઈન્ટની તેમજ નિફટી ફ્યુચરે ૨૨૨૦૦ પોઈન્ટની સપાટી ઉપર બંધ રહેવામાં સફળ રહ્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી સાથે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ લાર્જકેપ તેમજ રોકડાના શેરોમાં ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૩૯ અને વધનારની સંખ્યા ૨૦૭૭ રહી હતી, ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૨૭ લાખ કરોડ વધીને ૩૯૨.૧૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૨૧ કંપનીઓ વધી અને ૯ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં દેશની કંપનીઓના નેટ પ્રોફિટમાં ઊંચી દ્વીઅંકી વૃદ્ધિ જોવા મળી છે. કાચા માલના ભાવમાં ઘટાડો અને ઊર્જાની કિંમત નીચે જતા કંપનીઓના માર્જિનમાં સુધારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયા સુધીમાં ત્રિમાસિક પરિણામો જાહેર કરી ચૂકેલી ૩૩૪૦ લિસ્ટેડ કંપનીઓના સંયુકત નેટ પ્રોફિટમાં અંદાજીત ૨૪.૭૦% વધારો થઈને રૂ.૩.૧૮ લાખ કરોડ રહ્યો છે જે ગયા નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રૂ.૨.૫૫ લાખ કરોડ રહ્યો હતો. ૩૩૪૦ કંપનીઓનું સંયુકત નેટ વેચાણ, વાર્ષિક ધોરણે ૭.૮૦% વધ્યું છે. જો કે ગયા નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં નેટ વેચાણમાં ૧૬.૮૦% વધારો થયો હતો. વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં કંપનીઓનું સંયુકત નેટ વેચાણનો આંક રૂ.૩૪.૬૩ લાખ કરોડ રહ્યો હતો જે ગયા નાણાં વર્ષના આ ગાળામાં રૂ.૩૨.૧૩ લાખ કરોડ હતું.
કંપનીઓનું સંયુકત નેટ પ્રોફિટ માર્જિન પણ ૧.૧૨% વધી ૮.૬૬% રહ્યું હતું જે નાણાં વર્ષ ૨૦૨૩ના ત્રીજા ત્રિમાસિકમાં ૭.૫૪% રહ્યું હતું. આઈટી સેવા કંપનીઓને બાદ કરતા મોટાભાગના ક્ષેત્રોની કંપનીઓના માર્જિનમાં વધારો જોવા મળ્યો છે. નેટ સેલ્સમાં વધારા તથા વેતન ખર્ચમાં વૃદ્ધિ વચ્ચે અસમાનતા રહેતા આઈટી સેવા કંપનીઓનું માર્જિન દબાણ હેઠળ રહ્યું છે. માર્જિનમાં સૌથી વધુ લાભ ઓઈલ અને ગેસ ક્ષેત્રની કંપનીઓને જોવા મળ્યો છે. ત્યારબાદ માઈનિંગ તથા મેટલ અને ઓટો ક્ષેત્રની કંપનીઓનો છે. દેશમાં માંગમાં વૃદ્ધિને પગલે કંપનીઓની કામગીરીમાં સુધારો જોવા મળી રહ્યો છે. ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કંપનીઓના પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) પણ સતત ઊંચો જોવા મળી રહ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.