રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૦૫૭.૪૦ સામે ૭૩૨૬૭.૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૨૪૫૦.૫૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૧૭.૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩૪.૩૧ પોઈન્ટના ઘટાડા સાથે ૭૨૬૨૩.૦૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૨૧૭.૨૦ સામે ૨૨૨૪૫.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૦૨૨.૮૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૪૯.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૩.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૦૩૪.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની સરુઆત ઉછાળા સાથે થઇ હતી. ચાઈનાની આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતીમાં નરમાઈથી વિપરીત ભારતીય શેરબજારમાં સરુઆતી તબક્કામાં પીએસયુ બેંકો અને ઓટો તેમજ મિડકેપ અને સ્મોલકેપ શેરોની મજબૂતાઈએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો, જો કે વૈશ્વિક સ્તરે જીઓપોલિટીકલ ટેન્શન સતત ઝળુંબી રહ્યું છે ત્યારે રેડ સી – રાતા સમુદ્રમાં જહાજો પરના હુમલાને લઈ અમેરિકાની ઈરાકમાં આતંકીઓ સામે કાર્યવાહી અને આજે ઈઝરાયેલ દ્વારા દમાસ્કસ પર એર સ્ટ્રાઈકના અહેવાલે પરિસ્થિતિ સ્ફોટક હોવાથી ટેન્શન વધવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં ફંડોએ શેરોમાં સાવચેતીમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ કરતાં સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાડો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૭૪ અને વધનારની સંખ્યા ૧૪૬૭ રહી હતી, ૧૦૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા સ્ટીલ ૧.૯૯%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૫૧%, જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૯૫%, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૮૮% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૪૪% વધ્યા હતા, જ્યારે એનટીપીસી ૨.૭૬%, પાવર ગ્રિડ કોર્પરેશન ઓફ ઈન્ડિયા ૨.૭૧%, વિપ્રો ૨.૦૦%, લાર્સન એન્ડ ટ્રુબ્રો ૧.૭૦% અને ટેક મહિન્દ્રા ૧.૭૦% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૬૩ લાખ કરોડ ઘટીને ૩૮૮.૮૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૧૦ કંપનીઓ વધી અને ૨૦ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, શેરબજારમાં કડાકા અને પ્રોપર્ટી માર્કેટની ડામાડોળ સ્થિતિને ખાળવા ચીન હાલમાં ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારત પ્રગતિના પંથે છે જેને કારણે વિદેશી રોકાણકારો પણ અહીં અબજો ડોલર ઠાલવવા ઉત્સુક છે. મોટાભાગના પ્રાઈવેટ ઈક્વિટી ફન્ડ ચીન ઉપરાંત અન્ય એક રોકાણ મથક ઈચ્છી રહ્યા છે. ભારતને એક અલગ બજાર તરીકે જ જોવાઈ રહ્યું છે ત્યારે ૨૦૨૩નું વર્ષ બ્લોક ટ્રેડસનું રહ્યું હતું તો વર્ષ ૨૦૨૪ તથા ૨૦૨૫ બન્ને વર્ષ આઈપીઓ માટે અત્યારસુધીના એકદમ વ્યસ્ત વર્ષ બની રહેવાની ધારણાં મુકવામાં આવી રહી છે. આઈપીઓ લાવનારી કંપનીઓમાં ટેક કંપનીઓ ઉપરાંત બહુરાષ્ટ્રીય કંપનીઓની ભારત ખાતેની કેટલીક સબ્સિડીઅરીઓનો પણ સમાવેશ જોવા મળશે.
આગામી બે વર્ષમાં ભારતમાં કંપનીઓ દ્વારા ભંડોળ ઊભા કરવાની પ્રવૃત્તિ અત્યારસુધીની સૌથી મજબૂત જોવા મળશે. કોર્પોરેટ જુથો, ટેક કંપનીઓ તથા નાણાંકીય સેવા પૂરી પાડનારાઓ વિકાસ માટે મૂડીની શોધમાં હશે એટલું જ નહીં કંપનીઓ પણ હાલની તકને ઝડપી લેવા તત્પર છે. છેલ્લા આઠ વર્ષમાં ભારતના ઈક્વિટીઝ બેન્ચમાર્ક ઈન્ડેકસ વધ્યા છે અને રિટેલ રોકાણકારોના સ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અર્થતંત્રની મજબૂત સ્થિતિ આઈપીઓ માટે સાનુકૂળ તક પૂરી પાડે છે. ભારતનો આર્થિક વિકાસ દર ૨૦૨૪માં ૬.૫૦% અને ૨૦૨૫માં ૬.૭૦% રહેવા આઈએમએફ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ ૨૦૨૩ આઈપીઓની સંખ્યાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારત ટોચના ક્રમે રહ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.