Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૨૨૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૨૨૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

23
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૨.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૭૦૮.૧૬ સામે ૭૨૭૨૭.૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૨૫૧૦.૨૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૨૦.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૯.૨૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩૦૫૭.૪૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૧૭૧.૪૦ સામે ૨૨૧૪૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૦૭૬.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૭.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૦.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૨૩૧.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

આજે સપ્તાહના બીજા દિવસે વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય શેરબજારમાં બેંકિંગ – ફાઈનાન્સ ફ્રન્ટલાઈન શેરો સાથે રિયલ્ટી, પાવર, યુટિલિટીઝ, ઓઈલ એન્ડ ગેસ હેવીવેઈટ શેરોમાં તેજીના સથવારે આજે સતત છઠ્ઠા દિવસે ઇન્ડેક્સ બેઝડ બજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરો એચડીએફસી બેન્ક, એક્સીસ બેન્ક, કોટક મહિન્દ્ર બેન્ક તેમજ આઈસીઆઈસીઆઈ બેંક સાથે પાવર શેરોમાં પાવરગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી લિ. તેમજ લાર્સન લિ., બજાજ ફાઈનાન્સ અને હિન્દુસ્તાન યુનિલિવર સહિતના શેરોમાં આકર્ષણે બીએસઈ સેન્સેક્સ ૭૩૦૦૦ પોઈન્ટ તેમજ નિફટી ફ્યુચર ૨૨૦૦૦ પોઈન્ટ ઉપર બંધ રહેવામાં સફળ રહ્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી સામે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ લાર્જકેપ તેમજ રોકડાના શેરોમાં ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, રિયલ્ટી, ફાઈનાન્શિયલ સર્વિસીસ, પાવર, યુટિલિટીઝ, ઓઈલ એન્ડ ગેસ, સર્વિસિસ, ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર અને કોમોડિટીઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૮૭ અને વધનારની સંખ્યા ૧૯૪૯ રહી હતી, ૯૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં પાવર ગ્રિડ કોર્પરેશન ઓફ ઈન્ડિયા ૪.૧૬%, એચડીએફસી બેન્ક ૨.૫૯%, એક્સિસ બેન્ક ૨.૩૨%, એનટીપીસી ૨.૦૧% અને કોટક મહિન્દ્રા બેન્ક ૧.૮૩% વધ્યા હતા, જ્યારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ૧.૭૫%, બજાજ ફિનસર્વ ૧.૦૩% ઈન્ફોસસિ ૦.૯૦%, આઈટીસી ૦.૭૭% અને એચસીએલ ટેક ૦.૭૨% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૧૯ લાખ કરોડ ઘટીને ૩૯૧.૫૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૧૯ કંપનીઓ વધી અને ૧૧ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વેપારના મોરચે સુધારા અને ખાસ કરીને નિકાસમાં વધારો થતાં દેશને તેની ચાલુ ખાતાની ખોટ ઘટાડવામાં મદદ મળી રહી છે. આ કારણોસર અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની ચાલુ ખાતાની ખોટ જીડીપીના ૧%થી પણ ઓછી રહી શકે છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન માત્ર ફેબ્રુઆરી અને માર્ચના આંકડા જ જાહેર થવાના બાકી છે. એટલે કે શરૂઆતના ૧૦ મહિનાના આંકડા સ્પષ્ટ થઈ ચૂક્યા છે. એપ્રિલ ૨૦૨૩થી જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં દેશની વેપાર ખોટ ૨૦૬ બિલિયન ડોલર રહી છે. તે ગત નાણાકીય વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં ૨૯ બિલિયન ડોલર રહી હતી. આ સમયગાળા દરમિયાન સર્વિસ સેક્ટરની શુદ્ધ નિકાસ એક વર્ષ પહેલા ૧૧૭ બિલિયન ડોલરથી વધીને ૧૩૮ બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે.

વિદેશી રોકાણના મામલે પણ રાહત મળી રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણ બંનેમાં વધારો થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભલે એફડીઆઈનો આઉટફ્લો નજર આવ્યો હતો પરંતુ ત્યારબાદ ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં એફડીઆઈનો ઈનફ્લો સારો રહ્યો હતો. એફપીઆઈ પણ એકંદરે હકારાત્મક છે. જો કે વધુ વિદેશી રોકાણના સારા ડેટા રૂપિયાને થોડી જ મદદ મળી શકશે કારણ કે સેન્ટ્રલ બેંક આ તકનો લાભ લઈ ફોરેન એક્સચેન્જ રિઝર્વને મજબૂત બનાવવા પર ફોકસ કરી શકે છે જે ૯ ફેબ્રુઆરી સુધી ૬૧૭ બિલિયન ડોલર પર હતો. આ આંકડાના કારણે તમામ એક્સપર્ટ ચાલુ ખાતાની ખોટ નિયંત્રિત રહેવાનું અનુમાન લગાવી રહ્યા છે. ગોલ્ડમેન સૈશે જાન્યુઆરી મહિનામાં કહ્યું હતું કે, ભારતની ચાલુ ખાતાની ખોટ આ વર્ષમાં ઓછી રહેવાની આશા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field